
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં લોકોમાં તેનો ક્રેઝ વધતો જાય તે સ્વાભાવિક છે. જો કે, આ ફિલ્મની રિલીઝ પહેલા અલ્લુ અર્જુનને મોટો ઝટકો લાગ્યો છે. હા, અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે લોકોના મનમાં સવાલ એ છે કે અલ્લુ વિરુદ્ધ ફરિયાદ કેમ થઈ?
એવા અહેવાલો છે કે ફિલ્મની પ્રી-રીલીઝ ઇવેન્ટ દરમિયાન અલ્લુએ એક શબ્દનો ખોટો ઉપયોગ કર્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુએ ઈવેન્ટમાં ‘આર્મી’ શબ્દનો દુરુપયોગ કર્યો હતો. અલ્લુએ કહ્યું હતું કે, પ્રમોશન દરમિયાન અર્જુને કહ્યું હતું કે, મારી પાસે ચાહકો નથી, મારી પાસે ‘સેના’ (ચાહકોની) છે. સેના શબ્દના ઉપયોગ કરવાને કારણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શ્રીનિવાસ ગૌર નામના વ્યક્તિએ અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગૌરે હૈદરાબાદના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ચાહકો માટે ‘સેના’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો…વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત
શ્રીનિવાસ ગૌર ગ્રીન પીસ એન્વાયરમેન્ટ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે અલ્લુએ તેની કોઈ પણ ફેન ક્લબને સેનાનું બિરુદ ન આપવું જોઈએ. આ રીતે આર્મી શબ્દનો ઉપયોગ કરવો ખોટો છે. આર્મી એક સન્માનનીય પોસ્ટ છે અને સેનાના લોકો દેશની રક્ષા કરે છે. આ રીતે તમે ચાહકોને આર્મી કહો તે ખોટુ છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ 5 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત, તે 4 ડિસેમ્બર, 2024 ના રોજ અમેરિકામાં રિલીઝ થશે, જે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં જોવા મળશે. આમાં ફરી એકવાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી ચાહકોને જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે અને અલ્લુ અર્જુન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ શું વળાંક લે છે.