‘પુષ્પા’ Allu Arjunના બર્થ-ડે માટે પત્નીએ રાખી સ્પેશિયલ પાર્ટી
ફેન્સે પણ ઘરની બહાર જમાવડો કરીને અભિનેતાને વધાવ્યો
મુંબઈ: સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે પોતાનો 42મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ‘પુષ્પા’ જેવી ફિલ્મમાં કામ કરીને પ્રખ્યાત થયેલો અલ્લુ અર્જુન તેની નવી ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ફરી એક વખત ટ્રેન્ડમાં આવ્યો છે. જોકે તેના આજે અલ્લુ અર્જુનના બર્થ-ડેના દિવસે તેની પત્ની સ્નેહા રેડ્ડીએ સ્પેશિયલ પાર્ટી આપી હતી, સાથે તેના ઘરની બહાર પણ અનેક લોકોની ભીડ જમા થઈ હતી, જેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
અલ્લુ અર્જુન ‘પુષ્પા’ ફિલ્મોમાં તેના રોલને લઈને ખૂબ જ પ્રખ્યાત થયો છે. આ ફિલ્મનો બીજો ભાગ ‘પુષ્પા 2’નું ટીઝર હાલમાં રીલીઝ કરવામાં આવ્યું છે, અને તેવામાં અલ્લુ અર્જુનના બર્થ-ડેથી તેના ચાહકોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્નેહા રેડ્ડીએ પતિ અલ્લુ અર્જુન માટે એક સ્પેશિયલ પાર્ટીનું આયોજન કરી તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
ALSO READ : Hydrabad Policeએ કરી સાઉથના આ સુપરસ્ટારની ધરપકડ, ફોટો થયા વાઈરલ…
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના ઘરે તેના બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીની તસવીર સ્નેહા રેડ્ડીએ પોતાના ઇનસ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકી હતી. અલ્લુ અર્જુનથી 42મી બર્થ-ડે પાર્ટીમાં તેમના અનેક મિત્રો પણ આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, રાતે 12 વાગ્યે સ્નેહા રેડ્ડીએ અલ્લુ અર્જુનને બર્થ-ડેની શુભેચ્છાઓ આપી હતી.
સ્નેહા રેડ્ડીએ શેર કરેલી તસવીરમાં અલ્લુ અર્જુનની તસવીર વાળો કેક જોવા મળી રહ્યો, તો બીજી તસવીરમાં અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીએ સાથે પોઝ આપ્યો હતો. આ સાથે સોશિયલ મીડિયા પર પણ લોકો અને અનેક સેલેબ્રિટીઝ તેને વિશ કરી રહ્યા છે. એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે અલ્લુ અર્જુનના ઘરની બહાર મોદી સંખ્યામાં લોકો તેને મળવા અને બર્થ-ડે વિશ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અલ્લુ અર્જુને પોતે બહાર આવીને ફેન્સનો આભાર માન્યો હતો.