Video: આલિયા ટેબલ ટેનિસમાં વ્યસ્ત હતી ને દીકરી રાહા પડી ગઈ પછી…

આલિયા ભટ્ટ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે પર્સનલ લાફની મોમેન્ટ્સ શેર કરતી રહે છે. આલિયા માત્ર પોતાની જ નહીં પરંતુ તેના પતિ રણબીર (ranbir kapoor) અને દીકરી રાહાની ઝલક તેના ચાહકો સાથે શેર કરતી હોય છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા પણ પેપ્સની ફેવરિટ બની ગઈ છે. જ્યારે પણ રાહા પેપ્સ તરફ જુએ છે, ત્યારે તેનાં વીડિયો વાયરલ થાય છે અને સ્માઈલ આવતી, ફ્લાઈંગ કિસ આપતી રાહાના વીડિયો કરોડો લોકો જૂએ છે. તાજેતરમાં, આ કપલ તેમની દીકરી રાહા કપૂર સાથે શહેરના પેડલ કોર્ટમાં જોવા મળ્યું હતું. રાહા કપૂર હવે બોલિવૂડની ફેવરિટ સ્ટાર કીડ બની ગઈ છે ત્યારે રાહાની તસ્વીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે અને હવે આ સ્ટાર કિડનો તાજેતરનો પપ્પા રણબીર કપૂર સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન, જ્યારે આલિયા કોર્ટમાં ટેબલ ટેનિસ રમવામાં વ્યસ્ત હતી ત્યારે રણબીર દીકરી રાહાની દેખરેખ રાખવામાં અને તેની સાથે મસ્તી કરવામાં વ્યસ્ત જોવા મળ્યો હતો. રણબીર, આલિયા અને રાહાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં રાહા રણબીર કપૂર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. રાહા રમતી રમતી પડી જાય છે ત્યારે રણબીર તેની સંભાળ લેતો પણ જોવા મળે છે.
આ પણ વાંચો……તો Shraddha Kapoor ‘આ’ ફિલ્મમાં જોવા મળી શકે, જાણો લેટેસ્ટ અપડેટ!
હાલમાં જ આલિયા-રણબીર નવા વર્ષની ઉજવણી માટે પરિવાર સાથે થાઈલેન્ડ ગયા હતા. વિદેશથી પરત ફર્યા બાદ રણબીર-આલિયા અને રાહાની આ પહેલી પબ્લિક અપિરીયન્સ હતી.