મનોરંજન

ઇન્સ્ટાગ્રામ પર આલિયાનાં ફેન્સને નહિ જોવા મળે રાહાની તસવીરો! પણ ફેન્સે આપ્યું સમર્થન

વર્ષ 2025ની શરૂઆતમાં જ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ઘૂસેલા એક ચોરે છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. આ ઘટના બાદ કરીના કપૂર પણ એલર્ટ થઈ ગઈ છે અને કરીનાએ પેપરાજીને વિનંતી કરી છે કે તેઓ તેમના પરિવારના ફોટા ન લે અને ફોટા પાડવા માટે ઘરની બહાર ન આવે. હવે આલિયાએ પણ એક મોટો નિર્ણય લીધો છે અને તેના કારણે તેના ફેન્સ દીકરી રાહાને જોવા માટે તરસી જશે.

એટલે કે આલિયા ભટ્ટે તેની દીકરીની જેટલી પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી તે બધા ફોટા ડિલીટ કરી દીધા છે અને જે ફોટા છે તેમાં આલિયાએ દીકરીનો ચહેરો છુપાવ્યો છે. આથી હવે ફેન્સને આલિયાના સોશિયલ મીડિયા પર રાહાના ચહેરાના ફોટા જોવા મળશે નહીં. આલિયાના ચાહકો તેના નિર્ણયથી ચોંકી ગયા છે, પરંતુ કેટલાક ચાહકો સલામતીને કારણે આલિયાના આ નિર્ણયને સાથ આપી રહ્યા છે.

આ પણ વાંચો: આલિયા, કરિશ્મા કે કરિના કોની સાડી સૌથી સુંદર? તમે જ કહો

તાજેતરમાં, નીતુ કપૂરે પાપારાઝીને રિયાના ફોટા ક્લિક ન કરવા કહ્યું હતું. તે જ સમયે, કરીના કપૂરે પણ પાપારાઝીને બાળકોના ફોટા ન લેવા વિનંતી કરી હતી. જ્યારે કપૂર પરિવારે તેમના બાળકોને મીડિયાની સામે આવવા પર કોઈ પ્રતિબંધ નહોતો મૂક્યો. પણ હવે તે બન્યું છે. રાહાના ફોટા હટાવવાથી ફેન્સમાં નારાજગી તો છે જ પણ રાહાની સુરક્ષાને કારણે તેને સમર્થન આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button