દીકરી સાથે પૂજન કરીને ‘Ranbir-Alia’એ મનાવી પરંપરાગત દિવાળી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહા સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 1 નવેમ્બરના રોજ, આ ક્યુટ કપલે તેમના પરિવાર સાથે તેમના નવા ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી. દિવાળી નિમિત્તે તેમણે ઘરમાં ફૂલોની સુંદર રંગોળી પણ બનાવી હતી. આલિયાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ ઉજવણી અને પૂજાની તસવીરો શેર કરી છે.
Also read: Alia Bhatt, Ranbir Kapoor ની સામે જ લાઈમલાઈટ લૂંટી ગઈ નાનકડી Raha Kapoor…
લક્ષ્મી પૂજાના પ્રસંગે રણબીર, આલિયા અને ક્યુટ બેબી રાહાએ મેચીંગ ગોલ્ડન કલરના આઉટફીટ પહેર્યા હતા. આ સમયે ઉપસ્થિત કપૂર ખાનદાન પમ ગોલ્ડન વસ્ત્રોમાં સજજ હતું, આલિયા ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી હતી. કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપ્સ આલિયાના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા. તેણે વાળમાં સ્ટાયલિશ બન બનાવી તેમાં સાડીને મેચીંગ ફૂલ ખોસ્યા હતા. આલિયાએ તેના પરિવાર સાથે તેની તસવીર શેર કરી હતી. પૂજા બાદ આલિયા, રણબીર અને રાહાએ પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરોમાં રાહા તેના પિતા રણબીર કપૂરના ખોળામાં બેઠી છે. એક તસવીરમાં તે તેના માતા-પિતા સાથે ઊભી રહીને આરતી કરી રહી છે. દિવાળીના ફોટો શેર કરતા આલિયાએ લખ્યું હતું કે, ‘લાઇટ્સ, પ્રેમ અને કિંમતી ક્ષણો. હેપ્પી દિવાળી.
Also read: કિતને પાસ પાસ, કિતને દૂર-દૂરઃ આ લવબર્ડઝે એકબીજાથી દૂર આ રીતે ઉજવી દિવાળી…
આલિયા અને રણબીર સાથે નીતુ કપૂર, સોની રાઝદાન અને શાહીન ભટ્ટ પણ લક્ષ્મી પૂજનમાં જોડાયા હતા, જોકે, બધાના દિલ તો નાનકડી રાહાએ જ તેની અવનવી હરકતોએ જીતી લીધા હતા.