મનોરંજન

ઑક્ટોબરમાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર, કોણ મારશે બાજી?

બોલિવૂડ માટે સપ્ટેમ્બર મહિનો ખાસ રહ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી છે અને 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે ઑક્ટોબર મહિનો પણ શાનદાર રહેશે. આ મહિનામાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર જોવા મળવાની છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘જીગરા’ 11 ઓક્ટોબર 2024ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. મોટા બજેટ અને મોટા નામો ધરાવતી આ ફિલ્મ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. ઉપરાંત તે જ દિવસે, રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની બીજી નવી કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મના ટ્રેલર જોયા બાદ એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આલિયાની ‘જીગરા’ને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે?

વાસન બાલાની ફિલ્મ જિગરામાં આલિયા ભટ્ટની જોરદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. ટીઝરમાં જ આલિયા ભટ્ટ પોતાના ભાઈને બચાવવા માટે જોખમ લેતી જોવા મળે છે. જીગરા ફિલ્મની વાર્તા હટકે છે. આલિયા ભટ્ટના ભાઈનું પાત્ર વેદાંગ રૈનાએ ભજવ્યું છે. આલિયા ભટ્ટની ‘જીગરા’ ટેકનિકલી અદ્યતન ફિલ્મ છે અને તેનું કન્ટેન્ટ પણ એકદમ નક્કર માનવામાં આવે છે. મોટા નામો, મોટા બજેટવાળી આ ફિલ્મ આલિયાના ફેન્સને તો ગમશે જ એમાં કોઇ શંકા નથી. આલિયાને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આ પણ વાંચો : હવે Tripti Dimri કોની સાથે નીકળી બાઇક સવારી પર? તસવીરો વાઈરલ…

રાજ શાંડિલ્યાની ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર જોઈને લાગે છે કે દર્શકોને રોમાન્સ, ડ્રામા અને કોમેડીનો પૂરો ડોઝ મળવા જઈ રહ્યો છે. ‘ફિલ્મનું ટ્રેલર રાજકુમાર રાવ (વિકી) અને તૃપ્તિ ડિમરી (વિદ્યા)ના લગ્નના ફોટોશૂટથી શરૂ થાય છે. આ પછી, તેમની સુહાગરાતનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં વિકી વિદ્યાને કહે છે કે તેઓ હોલીવુડના કપલ્સની જેમ તેમની સુહાગરાતનો વીડિયો બનાવશે . બાદમાં, તેમના આ વીડિયોની સીડી ચોરાઈ જાય છે અને અહીંથી નાટક શરૂ થાય છે. આ મધ્યમ વર્ગની કોમેડી ડ્રામા ફિલ્મમાં વિજય રાજ ​​પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં મલ્લિકા શેરાવતને પણ કાસ્ટ કરવામાં આવી છે. રાજકુમાર અને તૃપ્તિની આ ફિલ્મ માત્ર કોમેડી જ નહીં પરંતુ સસ્પેન્સ અને થ્રિલરથી પણ ભરપૂર છે. ટ્રેલરમાં એક મોટો ટ્વિસ્ટ છુપાયેલો છે, જે દર્શકોને સિનેમાઘરો તરફ ખેંચશે. આ સાથે દિલેર મહેંદી ગીત પણ આ ફિલ્મનો પ્લસ પોઇંટ બનશે. મોટા બજેટ અને મોટા સ્ટાર્સ વગરની આ ફિલ્મ બતાવી રહી છે કે યોગ્ય કન્ટેન્ટથી પણ દર્શકોના દિલ જીતી શકાય છે.

સવાલ એ થાય છે કે આલિયાની બીગ બજેટ એક્શન પેક્ડ મુવી જીગરા સામે રાજકુમાર રાવની મધ્યમ બજેટની કોમેડી ડ્રામા ફિલ્મ જીંક ઝિલશે? સ્ત્રી-2ની ઝળહળતી સફળતા બાદ લોકોને રાજકુમાર રાવ પાસેથી ઘણી અપેક્ષા છે અને આવી સિમ્પલ મધ્યમ વર્ગની કોમેડી ડ્રામા ફિલ્મમાં તેની માસ્ટરી છે અને તેથી જ એમ માની શકાય કે જીગરા સામે રાજકુમાર રાવની ફિલ્મનો દર્શકોમાં ભારે ક્રેઝ હશે અને એ દેખાડી આપશે કે મોટા નામો અને મોટા બજેટ સિવાય પણ ફિલ્મો યોગ્ય કન્ટેન્ટ સાથે હિટ જઇ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button