મનોરંજન

આલિયા ભટ્ટની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ₹77 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ

મુંબઈઃ બોલિવુડમાં કોઈને કોઈ રોજ ચર્ચમાં રહેતું હોય છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ભૂતપૂર્વ અંગત આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટી(Vedika Shetty)ની અભિનેત્રીની પ્રોડક્શન કંપની એટરનલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ (Eternal Sunshine Productions Private Limited) અને તેના અંગત ખાતાઓમાંથી ₹76.9 લાખ રૂપિયા ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે. આ આરોપ માટે વેદિકા શેટ્ટીની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. 32 વર્ષીય વેદિકા શેટ્ટીની જુહુ પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી છે. ધરપકડ કર્યાં બાદ આરોપીને બાંદ્રા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતો. બાંદ્રા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 10 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

આલિયા ભટ્ટની માતાએ વેદિકા શેટ્ટી સામે નોંધાવી હતી ફરિયાદ

મળતી વિગતો પ્રમાણે વેદિકા શેટ્ટી 2021 થી પ્રોડક્શન કંપનીમાં કામ કરી રહી હતી. પોલીસે આ કેસમાં વિગતો આપતા કહ્યું કે, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને વેદિકા શેટ્ટી સામે એફઆઈઆર નોંધાવી હતી. વેદિકા શેટ્ટીએ આલિયા ભટ્ટને ઘણા નકલી ઇન્વોઇસ આપ્યા અને તેના પર સહી લઈ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ દીધી છે.

આપણ વાંચો:  ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?

નકલી ઇન્વોઇસમાં હસ્તાક્ષર કરાવી રૂપિયા પડાવ્યાનો આરોપ

આલિયા ભટ્ટ પાસે નકલી ઇન્વોઇસમાં હસ્તાક્ષર કરાવીને વેદિકા શેટ્ટીએ તે રૂપિયા તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. વધુમાાં પોલીસે જણાવ્યું હતું કે વેદિકા શેટ્ટી આ ફરિયાદ થયા બાદ ફરાર હતી અને સતત તેનું સ્થાન બદલતી રહી હતી. જેથી મંગળવારે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી છે. હવે ખોટી રીતે રૂપિયા ખંખેરવામાં આવ્યા તે પાછા આવશે કે કેમ તે તપાસનો વિષય છે. શું વેદિકાએ એ રૂપિયા ખર્ચ કરી નાખ્યાં છે? આ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ પોલીસે વેદિકા સાથે પૂછપરછ પણ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button