મનોરંજન

Alia Bhattને ઓનસ્ક્રીન એક્ટર સાથે રોમાન્સ કરતી જોઈ Ranbir Kapoorને…

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કપલમાંથી છે કે જેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં રણબીર કપૂરે પોતાની લાઈફ, આલિયા ભટ્ટ અને દીકરી રાહા કપૂર (Raha Kapoor) વિશે ખુલીને વાત કરી હતી.

આજની તારીખમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ગણતરી ટોચના કલાકારોમાં કરવામાં આવે છે. રણબીરે આ પોડકાસ્ટમાં જ્યારે આલિયા ભટ્ટ બીજા હીરો સાથે રોમેન્ટિક સીન કરે છે કે પછી ઈન્ટિમેટ સીન કરે છે જ્યારે તેને કેવું ફીલ થાય છે એ વિશે પણ ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું રણબીરે-

આ પોડકાસ્ટમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે જ્યાકે આલિયા ભટ્ટ ઓનસ્ક્રીન કોઈ બીજા હીરો સાથે રોમેન્ટિક કે પછી ઇન્ટિમેટ સીન કરે છે ત્યારે કેવું લાગે છે. એટલું જ નહીં રણબીરે એવું પણ જણાવ્યું હતું કે આજે પણ ઈન્સ્ટ્રીમાં તેની ઈમેજ કેસેનોવા કે ચીટર તરીકેની જ છે. પરંતુ તેમ છતાં હું એક ઈન્સિક્યોર પાર્ટનર નથી. હું મારા કામને લઈને પણ અસુરક્ષિતતા નથી અનુભવતો. મને મારી કળા અને કામ બંને પર ખૂબ જ વિશ્વાસ છે.

આ પણ વાંચો: Anant-Radhikaના લગ્નમાં Ranbir Kapoorને Visiting Card આપનાર કોણ છે? જાણો લો અહીં…

રણબીરે વધુમાં કહ્યું, ‘હું લાંબા સમયથી ઈન્સિક્યોર નથી અને જ્યાં સુધી વાત આલિયા સાથેની મારી લાઈફની છે તો એ બાબતે પણ હું બિલકુલ ઈન્સિક્યોર નથી. આલિયાએ અત્યાર સુધી અનેક વખત ઓન સ્ક્રીન એક્ટર્સ સાથે રોમાન્સ કરી ચૂરી છે અને એ જોયા પછી મને જેલસી, ઈન્સિક્યોરિટી વગેરે કોઈ જ લાગણી નથી થતી. પણ હા, જો આજથી 10 વર્ષ પહેલાં મારું પાર્ટનર કદાચ આવું કંઈક કરત તો મને ચોક્કસ ઈન્સિક્યોરિટી અનુભવાઈ હોત. પણ હું પરિપક્વ થઈ ગયો છે અને જીવનને સારી રીતેથી સમજું છું.

રણબીર કપૂરના આ સ્ટેટમેન્ટથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે પરફેક્ટ અને મિસ્ટર રાઈટમાં હોવી જોઈએ એ સૌથી મહત્ત્વની ક્વોલિટી રણબીર કપૂરમાં છે. પત્નીને કોઈ અન્ય સ્ટાર સાથે રોમેન્સ કરતી જોઈને તેને ઈર્ષ્યા નથી થતી, પણ હા તે તેના કામના વખાણ કરવાનું પણ નથી ચૂકતો.

પોતાની પર્સનલ લાઈફ વિશે રણબીરે જણાવ્યું હતું કે ‘મને આલિયા સાથે વેકેશન પર જવું અને ઘરે પાછા આવવું ગમે છે. જ્યારે પણ હું કોઈ બાબતની ફરિયાદ કરું છું, ત્યારે એના માટે ઘણી મહેનત કરે છે. હું આને માટે જેટલું બદલાઉં એના કરતાં વધારે તે મારા માટે બદલાય છે, જે આલિયાને એક પરફેક્ટ પાર્ટનર બનાવે છે.

ભાઈસાબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ જ ક્વોલિટી તો તેમને ઈન્ડસ્ટ્રીનું એક પરફેક્ટ કપલ બનાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button