
આજે આખી દુનિયામાં દિવાળીનું ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે બી-ટાઉનના સેલેબ્સ પણ કામમાંથી સમય કાઢીને પરિવાર અને મિત્રો સાથે આ પ્રકાશના પર્વની ઊજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ સેલેબ્સના દિવાલી લૂક આગ લગાવી રહ્યા છે. જ્યારે સેલેબ્સના દિવાળી સેલિબ્રેશનની વાત ચાલી રહી હોય ત્યારે કપૂર ખાનદાનની વાત વિના તો આ વાત જ અધૂરી ગણાય…
આ પણ વાંચો : Viral Video: Raha Kapoor થઈ પેપ્ઝથી પરેશાન, આપ્યું એવું રિએક્શન કે…
કરિના કપૂર-ખાન તો પરિવાર સાથે વેકેશન મનાવવા ઉપડી ગઈ છે તો તેનો કઝિન ભાઈ રણબીર કપૂર અને ભાભી આલિયા ભટ્ટ દિવાળી મુંબઈમાં જ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે આલિયા અને રણબીર સરસ તૈયાર થઈને બહાર ફરતાં જોવા મળ્યા હતા અને તેમની સાથે લાડકવાયી રાહા કપૂર પણ સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો : Raha Kapoor ના જન્મ બાદ Alia Bhatt ને સતાવી રહી છે આ સમસ્યા, જાહેરમાં કરી ફરિયાદ…
રાહા કપૂર પેપ્ઝની ફેવરેટ છે અને તે મમ્મી આલિયાના ખોળોમાં જોવા મળી હતી. રાહાએ રણબીર કપૂર સાથે ટ્વિનિંગ કર્યું હતું, પણ લોકોનું ધ્યાન રાહાના એક્સપ્રેશન પર જ અટકી ગયું હતું. રણબીર કપૂર ઓલ બેજ લૂકમાં હતો અને આ સાથે તેણે બેજ અને ગ્લેડન ટલવાળા કૂર્તા સાથે બેજ ફૂટવેર પહેર્યા હતા. આલિયાએ યેલો, પેસ્ટલ પિંક અને ગોલ્ડર કલરનો સૂટ પહેર્યો હતો. આલિયાએ પોતાના લૂકને ખૂબ જ મિનીમલ રાખ્યો હતો.
આ પણ વાંચો : Raha Kapoor કોનાથી પરેશાન થઈ ગઈ? વીડિયો થયો વાઈરલ…
અહીં તમારી જાણ માટે કે રાહા કપૂર મમ્મી-પપ્પા સાથે દાદી નીતૂ કપૂરના ઘરે પહોંચી હતી, જ્યાં પેપ્ઝે તેમના ફોટો ક્લિક કર્યા હતા. રાહાના ક્યુટ એક્સપ્રેશન જોઈને ફેન્સ અને પેપ્ઝ બંને તેના દિવાના થઈ ગયા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતી વખતે લખ્યું હતું કે આલિયા રાહાની મમ્મી નહીં પણ મોટી બહેન લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલી પ્રેમાળ અને ક્યુટ મા-દીકરીની જોડી છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે જોઈને જ ખ્યાલ આવે છે કે રાહા એકદમ નટખટ છે.
આ પણ વાંચો : Rahaના જન્મ બાદ આ કામ કરવાનું છોડી દીધું Ranbir Kapoorએ…
અત્રે ઉલ્લેખનીય છે કે કપૂર ખાનદાર કોઈ પણ વાર-તહેવાર હંમેશા ફૂલ ફેમિલી સાથે સેલિબ્રેટ કરે છે અને દર વર્ષની આ વર્ષે પણ કપૂર ખાનદાને દિવાળીનો તહેવાર એક સાથે ધામધૂમથી ઉજવ્યો હતો.