રાહા કપૂરને કયા ગીત પર ડાન્સ કરવાનું પસંદ છે, મમ્મી આલિયાએ કર્યો ખુલાસો…

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની સુંદરતા અને ક્યુટનેસથી લોકોના દિલ જિતી જ રહે છે અને હાલમાં તે પોતાની આગામી ફિલ્મ જિગરાને લઈને પણ લાઈમલાઈટમાં છે. એક્ટ્રેસ અલગ અલગ પ્લેટફોર્મ પર અને જગ્યાઓ પર જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરે છે. આલિયા જેટલી જ લાઈમલાઈટ અને ચર્ચામાં રહે છે તેની નાનકડી દીકરી રાહા કપૂર. રાહા કપૂરની ફેન ફોલોઈંગ અત્યારથી જ તગડી છે. હાલમાં એક્ટ્રેસે પ્રમોશન કરતી વખતે દીકરી રાહાને લઈને એવી વાત કહી હતી કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો.
આ પણ વાંચો : અડધી રાતે Alia Bhattના રૂમમાં પહોંચી ગયો વરુણ ધવન, અંદરના નજારો જોઈને…
આલિયાની ફિલ્મ જિગરા 11મી ઓક્ટોબરના રિલીઝ થવા જઈ રહી છે આ જ ફિલ્મનું પ્રમોશનના એક કાર્યક્રમમાં આલિયાએ રાહા વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં તેની સાથે સામંથા રૂથ પ્રભૂ, વેદાંગ રૈના, રાણા દુગ્ગુબાતી અને નિર્દેશક ત્રિવિક્રમ શ્રીનિવાર પણ હાજર હતા. રાહા વિશે વાત કરતાં આલિયાએ જણાવ્યું હતું કે રાહાને ફિલ્મ આરઆરઆરનું નાટુ નાટુ ગીત ખૂબ જ પસંદ છે અને તે આખો દિવસ ઘરમાં નાટુ નાટુ રમતી હોય છે. જ્યારે પણ તેને ડાન્સ કરવો હોય છે ત્યારે તે મને કહે છે કે મા નાતા વગાડો.. પછી એ મને એની પાસે બોલાવે સ્વાભાવિક છે કે નાટુ નાટુ સાથે પગની મૂવમેન્ટ મેચ નહોતી થતી.
આ પણ વાંચો : Alia Bhattને ઓનસ્ક્રીન એક્ટર સાથે રોમાન્સ કરતી જોઈ Ranbir Kapoorને…
આગળ આલિયાએ જમાવ્યું હતું કે મારી રાહાએ એક એવોર્ડ ફંક્શનમાં મને નાટુ નાટુ પર ડાન્સ કરતી જોઈ હતી અને એ પછી તો તે અનેક વખત મને મારો નાટુ નાટુ ડાન્સવાળો વીડિયો લગાવવા રહે છે અને આખો દિવસ આ રીતે અમારા ઘરે નાટુ નાટુ રમાતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહા કપૂર અત્યારથી મમ્મી-પપ્પાની જેમ પેપ્ઝની ફેવરેટ છે અને તેની એક ઝલક જોવા માટે ફેન્સ એકદમ આતુર હોય છે. રાહા કપૂર ખૂબ જ ક્યુટ દેખાય છે. ફેન્સ તેને રિષી કપૂરની ઝેરોક્સ કોપી ગણાવે છે.