Raha Kapoor ના જન્મ બાદ Alia Bhatt ને સતાવી રહી છે આ સમસ્યા, જાહેરમાં કરી ફરિયાદ…

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની આગામી ફિલ્મ જીગરાને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં છે. એક બેસ્ટ એક્ટ્રેસ હોવાની સાથે સાથે આલિયા ભટ્ટ એક શ્રેષ્ઠ માતા પણ છે. હાલમાં જ અભિનેત્રીએ મધરહુડની ચેલેન્જ વિશે પણ ખુલીને વાત કરી હતી.
આ પણ વાંચો : Raha Kapoor કોનાથી પરેશાન થઈ ગઈ? વીડિયો થયો વાઈરલ…
અહીંયા તમારી જાણ માટે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને ત્યાં 2022માં રાહાને જન્મ થયો હતો. રાહાના જન્મ બાદથી આલિયા ભટ્ટ પોતાની જાત માટે સમય કાઢી નથી શકતી. આ બધા વચ્ચે જિગરાના પ્રમોશનમાં વ્યસ્ત આલિયાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને રાહા કપૂરને લઈને હમેશાં એક જ ડર સતાવે છે કે તે ઘરે શું કરી રહી હશે? કેવી હશે? આલિયાએ આ સાથે એવું પણ જણાવ્યું હતું કે મધરહુડ અને કામની વચ્ચે સંતુલન જાળવી રાખવું ખૂબ જ અઘરું છે.
હાલમાં જ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારું પૂરું ધ્યાન મારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ પર જ છે અને હું બંને વચ્ચે બેલેન્સ જાળવી રાખવાનો પ્રયાસ કરું છું. આ સાથે સાથે જ હું મારા માટે પર્સનલ ટાઈમ પણ કાઢવાનો પ્રયાસ કરું છું, પણ એમાં મને સફળતા મળતી નથી. હું સાવ સ્પષ્ટ શબ્દમાં કહું તો મી ટાઈમ જેવી વસ્તુ નથી.
છેલ્લા બે મહીનામાં મેં એક પણ થેરેપી સેશન નથી લીધું. જ્યારથી રાહા આવી છે ત્યારથી જ મને મારું ધ્યાન નથી રહેતું.
આલિયાએ રાહા વિશે પણ ખુલીને વાત કરતાં જણાવ્યું હતું કે રાહા એકદમ મસ્તીખોર અને વાતોડી છે. મને એવું લાગે છે કે તે તેની મરજી પ્રમાણે જીવવાવાળી છોકરી છે. જોકે, આ બધા વચ્ચે એક હકીકત એ પણ છે કે તે ખૂબ જ શાર્પ અને બુદ્ધિવાન છે.
મધરહૂડ વિશે વાત કરતાં આલિયાએ જણાવ્યું હતું કે તમે ખૂબ જ ખુશ થાવ છો કે મારા બાળકો ઘરે છે, પણ તમને હંમેશા ડર પણ રહે છે કે કારણ કે તમે મા છો અને તમને તમારા બાળકનું દરેક કામ એકદમ પરફેક્શન સાથે કરવાનું હોય છે, જેથી તેઓ ખુશ રહે. હું પણ એક મા છું એટલે મને પણ હંમેશા આ ડર સતાવે છે. મારા પિતા હંમેશા કહેતા હતા કે બાળકો તમારા છે, પણ તેમનું જીવન તમારું નથી. તેમને હંમેશા તેમના જીવનમાં આગળ વધવા દેવા જોઈએ. એમને રોકવાની કોઈ જરૂર નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં જ ફિલ્મ જિગરામાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું અને ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.