ફરી દેખાઈ ક્યૂટ રાહા તેના ક્યૂટ મમ્મી-પપ્પા સાથે
બોલીવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની એક ઝલક જોવા તેના ફેન્સ તલપાપડ હોય છે. હવે આ કપલની ક્યૂટ બેબીગર્લ રાહાને જોવી પણ ફેન્સ માટે લ્હાવો છે. પાપારાઝી તેમને જ્યાં પણ સ્પોટ કરે ત્યાં તેમના ફોટા અને વીડિયોને વારયલ થતા સમય નથી લાગતો. તાજેતરમાં જ તેમને મુંબઈ એરપોર્ટ પર જોતા જ તેમના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. બન્ને અનંત અંબાણી અને રાધિકાની પ્રિવેડિંગ સેરેમની એટેન્ડ કરી ઈટલીથી પાછા ફર્યા છે.
Read More: Arjun Kapoor નહીં પણ આ Mystryman સાથે સ્પોટ થઈ Malaika Arora?
બન્ને જ્યારે એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે નાનકડી રાહા પણ તેમની સાથે હતી. રણબીર કપૂરે રાહાને તેડી હતી અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આલિયા અને રણબીરે સિમ્પલ ડ્રેસ પહેર્યા હતા અને ક્યૂટ બેબીના પેરેન્ટ્સ પણ એટલા જ ક્યૂટ લાગી રહ્યા હતા.
Read More: Ananya Pandey સાથેના Breakupને લઈને આ શું બોલ્યો Aaditya Roy Kapoor?
નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની આ બીજી પ્રિ-વેડિંગ સેરેમની છે. તમામ મહેમાનોને ઈટલી ખાતે લક્ઝુરિયલ ક્રુઝમાં લઈ જવામા આવ્યા હતા અને અહીં જલસો રાખવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાતના જામનગર ખાતે પ્રિ-વેડિંગ સેરેમનીમાં દેશ વિદેશના મહેમાનો આવ્યા હતા. તે સમયે પણ રાહાના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા.