આ ફેમસ એક્ટ્રેસના પિતાએ કહ્યું જો તું અસફળ નહીં થાય તો હું… , વર્ષો બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પોતાના ફિલ્મી કરિયરમાં બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી, ડાર્લિંગ્સ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને હાલમાં એક્ટ્રેસ તેની અપકમિંગ ફિલ્મ જિગરાને કારણે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં તે વેદાંગ રૈના સાથે જોવા મળશે. પરંતુ શું તમને આલિયાની ડેબ્યુ ફિલ્મ યાદ છે? આલિયાની ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર હતી. આ જ ફિલ્મ સાથે સંકળાયેલો એક કિસ્સો છે જેમાં આલિયાને આવેલા પેનિક અટેકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આલિયાએ ખુદ એક ઈન્ટરવ્યુમાં પેનિક એટેક વિશે ઉલ્લેખ કર્યો હતો અને પિતા મહેશ ભટ્ટના રિએક્શન વિશે પણ વાત કરી હતી. આલિયાએ જણાવ્યું હતું કે જ્યાં બીજા માતા-પિતા પોતાના સંતાનોને નિષ્ફળતાથી બચાવે છે, ત્યાં મારા પિતા મહેશ ભટ્ટ ખુદ મને અસફળતાનો સ્વાદ ચખાડવા માંહગતા હતા. ફિલ્મના સેટ પર જવાના એક દિવસ પહેલાં જ આલિયાને પેનિક અટેક આવ્યો હતો. મહેશ ભટ્ટે તેને લોકોથી ભરેલાં એક રૂમમાં ઊભી કરી દીધી હતી અને તેને શું અનુભવાય છે એ લોકોને જણાવવા કહ્યું હતું.
આલિયાએ કહ્યું મેં જ્યારે એમને પેનિક એટેક વિશે રડતાં રડતાં કહ્યું તો તેમણે મને ઓફિસ આવવા જણાવ્યું. મને લાગ્યું કે તેઓ મને ગળે મળશેસ મારી સ્થિતિ જોતા રૂમમાં સાઈલન્સ ફેલાઈ જશે. પરંતુ એમણે મને આઠ લોકો સાથે એક બીજા રૂમમાં મોકલાવી દીધી અને એમની સામે જ મને કહ્યું કે હવે બોલ તું કેવું અનુભવે છે?
આ પણ વાંચો : ભાઇને બચાવવા માટે એંગ્રી યંગ વુમન બની આલિયા ભટ્ટ, ટિઝર જોઇ લોકો બોલ્યા એવોર્ડ વિનીંગ પરફોર્મન્સ
મહેશ ભટ્ટનું આ રિએક્શન જોઈને આલિયા હેબતાઈ ગઈ હતી અને તેણે તેમને કહ્યું તેઓ આ શું કરી રહ્યા છે? આ બિલકુલ યોગ્ય નથી આ સાંભળીને તેમણે મને કહ્યું કે બસ કર… પિતાની આ વાત સાંભળીને આલિયાએ એમની વાત માની લીધી અને લોકોને તે શું અનુભવે છે એ જણાવ્યું. જોકે, ત્યાર બાદ મને ખૂબ જ સારું લાગ્યું. ત્યાર બાદ મને સમજાયું કે મારા પિતાએ મને કેમ આવું કરવા કહ્યું. આ સમયે ઈમરાન હાશ્મી પણ ત્યાં હતા અને તેમણે મને સમજાવ્યું કે આલિયા તુ દરેક ફિલ્મ પહેલાં આવો જ અનુભવ કરીશ. હર શોટ પહેલાં તારી હાલત આવી જ થશે.
પિતા મહેશ ભટ્ટને લઈને આલિયાએ બીજો ચોંકાવનારો ખુલાસો એવો પણ કર્યો હતો કે મારા પિતા બાકીના લોકોના પિતા કરતાં અલગ હતા. તેમણે મને હંમેશા જીવનમાં સારું કરવા માટે પ્રોત્સાહિત નથી કરી. તેઓ મને કહેતાં કે તારે નિષ્ફળ જવું જોઈએ, જો તું જીવનમાં નિષ્ફળ નહીં થાય તો હું તારાથી નારાજ થઈ જઈશ. હું જ્યારે કોઈ પરીક્ષામાં નાપાસ થતી તો તેઓ મને કહેતાં કે સારું કર્યું કે તું નાપાસ થઈ. ટૂંકમાં મારા પિતાએ મારા મનમાંથી નિષ્ફળતાનો ડર દૂર કરી દીધો છે, તેમણે મને સમજાવ્યું છે કે નિષ્ફળતા સારી વસ્તુ છે.
વાત કરીએ આલિયાની પર્સનલ લાઈફ વિશે તો આલિયા હાલમાં પોતાની દીકરી રાહા સાથે મોટાભાગનો સમય પસાર કરતી જોવા મળે છે. આલિયા અને રાહાના ફોટો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.