આ વાતમાં Deepika Padukoneને પાછળ છોડી દીધી Alia Bhattએ!

બોલીવૂડની ટોચની એક્ટ્રેસ (Bollywood Top Most Actress)ની વાત ચાલી રહી હોય તો તેમાં ડિમ્પલ ગર્લ દિપીકા પદૂકોણ (Bollywood Actress Deepika Padukone) અને આલિયા ભટ્ટ (Bollywood Actress Alia Bhatt)ના નામ વગર તો આ યાદી અધૂરી જ ગણાય. પણ હાલમાં જ એવા અહેવાલો આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટે બ્રાન્ડ વેલ્યુની રેસમાં દિપીકા પદૂકોણને પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો: International Yoga Day 2024 મલાઇકા, શિલ્પા અને આલિયા…. બોલિવૂડની આ અભિનેત્રીઓ પણ છે યોગની દિવાની
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિપીકા પદૂકોણની ફિલ્મ કલ્કી 2898 એડી (Film Kalki 2898 AD) આવતા અઠવાડિયે રીલિઝ થવા જઈ રહી છે તો આલિયા ભટ્ટની ફિલ્મ જિગરા (Alia Bhatt’s Film Jigra) આ જ વર્ષે 11મી ઓક્ટોબરના રીલિઝ થવાની છે. પરંતુ આ સેલેબ્સ પોતાની ફિલ્મો સિવાય પણ હાલમાં બીજા એક કારણસર ચર્ચામાં છે અને એમાં પણ આલિયાએ તો દિપીકાને પાછળ છોડી દીધી છે.
આવો જોઈએ આખરે કઈ વાતમાં આલિયાએ દિપીકાને પાછળ મૂકી દીધી છે એ-
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આલિયા ભટ્ટે બ્રાન્ડ વેલ્યુમાં દિપીકા પદૂકોણને પાછળ છોડી દીધી છે. જી હા, 101.1 મિલિયન ડોલર સાથે આલિયા ભટ્ટ આ યાદીમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે તો 96 મિલિયન ડોલર સાથે દિપીકા છઠ્ઠા સ્થાન પર છે.
આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ (Bollywood Actor Ranveer Singh) સાથે ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમધોકાર કમાણી કરી હતી.