મનોરંજન

પતિ રણબીર નહીં, આલિયાએ તો જેનીફર લૉપેઝને પણ પાછળ મૂકી દીધી

અભિનયમાં એક્કો સાબિત થયેલી આલિયા ભટ્ટ હવે બીજા એક ફિલ્ડમાં પણ અવ્વલ સાબિત થઈ રહી છે. આલિયાએ તો પતિ રણબીર કપૂર કે બીજા બોલીવૂડ સેલિબ્રિટીને નહીં પણ અમેરિકન સિંગર જેનીફર લૉપેઝને પણ પાછળ મૂકી દીધી છે.

જી નહીં ભઈ આલિયાએ સિંગિંગમાં નહીં પણ સોશિયલ મીડિયામાં બધાને પાછળ મૂકી દીધા છે. સૌ કોઈને ખબર છે કે આલિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે અને ઘણી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તે પોતાના અને પરિવારના ફોટા-વીડિયો પણ શેર કરે છે.

તેની દીકરી રાહા પણ તેનાં જેટલી જ ફેમસ થઈ ગઈ છે ત્યારે આલિયાએ આખા વિશ્વમાં ઈન્સ્ટાગ્રામ પર બીજાં નંબરની સૌથી વધારે પ્રભાવશાળી ઈન્ફ્યુઅન્સર તરીકે સ્થાન મેળવ્યું છે, જે પહેલા જેનીફરનું હતું. આલિયા સિનેમા સાથે જોડાયેલા ઈન્ફ્લુઅન્સરની કેટેગરીમાં દુનિયામાં બીજાં નંબરે છે અટલે સ્વાભાવિક છે કે તે ભારતમાં પહેલા નંબરે છે.

આપણ વાંચો: આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…

એક રિપોર્ટ અનુસાર આલિયાએ ડ્વેન જોન્સન અને અમેરિકન સિંગર જેનિફર લોપેઝ જેવા ઇન્ટરનેશનલ આઇકન્સને પાછળ છોડી દીધા છે અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પાવરહાઉસ તરીકે ઊભરી આવી છે. જબરજસ્ત ફેન ફોલોઈંગ સાથે આલિયાએ બ્રાન્ડ઼ એન્ડોર્સમેન્ટ સહિત ઘણી રીતે લોકોને પોતાની તરફ ખેંચ્યા છે. ફિલ્મો સિવાય તે ફેશન આઈકન બની છે અને ડિજિટલી ફેન્સને એંગેજ્ડ રાખી રહી છે.

પહેલા નંબર પર જેંડાયા છે જ્યારે આલિયા 8.5 કરોડ ફોલોઅર્સ સાથે બીજા નંબર પર આવી છે.
આલિયાની છેલ્લી ફિલ્મ જિગરા હતી જે તેણે જ પ્રોડ્યુસ કરી હતી, પરંતુ ફિલ્મે ખાસ કંઈ કમાણી કરી ન હતી. હવે તેની સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં પતિ રણબીર સાથેની ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button