મનોરંજન

આલિયા ભટ્ટને ‘ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ’થી સન્માનિત, શું કહ્યું અભિનેત્રીએ?

‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘રાઝી’, ‘ઉડતા પંજાબ’ જેવી હિટ ફિલ્મોની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સિનેમાની દુનિયામાં તેની નોંધપાત્ર સફરની ઉજવણી માટે એક ખાસ પ્રસ્તુતિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગોલ્ડન ગ્લોબ્સના પ્રમુખ હેલેન હોહેને ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, “આ વર્ષના ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડથી સન્માનિત થવા બદલ આલિયા ભટ્ટને હાર્દિક અભિનંદન. તે એક અસાધારણ પ્રતિભા છે જેનો વૈશ્વિક પ્રભાવ મધ્ય પૂર્વ, એશિયા અને તેનાથી આગળ વધીને સર્જનાત્મક ઊર્જાને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષના એવોર્ડ સમારોહમાં આલિયા ભટ્ટ અને ટ્યુનિશિયાની અભિનેત્રી હેન્ડ સબરીને ફિલ્મ અને ટેલિવિઝનમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નવા ઘરનો વીડિયો વાયરલ થતા આલિયા ભટ્ટ ભડકી, સોશિયલ મીડિયા પર કરી આ વાત

આ એવોર્ડ વિશે વાત કરતાં આલિયાએ તેને પોતાનું સન્માન ગણાવ્યું અને ફિલ્મ ઉદ્યોગમાં ઊભરતા કલાકારો અને મહિલાઓ માટે તેના મહત્વ પર ભાર મૂક્યો. ગોલ્ડન ગ્લોબ્સની સત્તાવાર વેબસાઇટ પર આલિયાએ કહ્યું હતું કે ગોલ્ડન ગ્લોબ્સ દ્વારા સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે અને વિશ્વભરમાં ફિલ્મ અને ટેલિવિઝનમાં પરિવર્તન લાવી રહેલા ઊભરતા કલાકારો અને મહિલાઓની નવી પેઢી વતી બોલવાની તક મળવા બદલ હું આભારી છું.

જ્યારે વૈશ્વિકસ્તર પર વધુ સમાવેશી અને પ્રભાવશાળી વાર્તાઓ કહેવા માટે એક થઈ રહ્યા છે, ત્યારે આ માન્યતા ખાસ મહત્વની છે. ગોલ્ડન ગ્લોબ્સ વૈશ્વિક પુરસ્કારોની દુનિયાનો એક પ્રતિષ્ઠિત એવોર્ડ છે, અને હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું અને મજબૂત અને લાયક મહિલાઓની વધુ વાર્તાઓ કહેવા માટે મારી કારકિર્દીને આગળ વધારવા માટે આતુર છું.

આ પણ વાંચો : આલિયા ભટ્ટનું જૂઠાણું ઉઘાડું પડ્યું, ભારત-પાક ટેન્શન નહીં આ કારણે નહીં જાય કાન ફિલ્મ ફેસ્ટિવલ?

ફેસ્ટિવલ દરમિયાન આલિયાએ તેની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ ‘આલ્ફા’ વિશે કેટલાક સંકેતો પણ આપ્યા હતા. તેણે ફિલ્મને મહિલાપ્રધાન એક્શન વાર્તાને કારણે જોખમી ગણાવી. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે આલ્ફા યશ રાજ ફિલ્મ્સ બ્રહ્માંડની પ્રથમ મહિલાપ્રધાન એક્શન ફિલ્મ છે, તેથી તે એક જોખમ પણ છે, કારણ કે તમે ઇતિહાસમાં આવી ફિલ્મોને અન્ય પુરુષપ્રધાન ફિલ્મો જેટલી સારી રીતે પ્રદર્શન કરતી જોઈ નથી.

‘આલ્ફા’ યશ રાજ ફિલ્મ્સની સાતમી ફિલ્મ છે, જેમાં આલિયા ભટ્ટ, શર્વરી અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મ 17 એપ્રિલ, 2026 ના રોજ રિલીઝ થવાની છે અને ભારતમાં મહિલાપ્રધાન એક્શન ફિલ્મોમાં એક સીમાચિહ્નરૂપ બનવાની અપેક્ષા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button