આલિયા અને રણબીરે કર્યું કંઈક એવું કે ફેન્સના દિલ થઈ ગયા Garden Garden…
બી-ટાઉનની ક્યુટ અને એડોરેબલ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેના નોંધનીય ટ્રાન્સફોર્મેશનને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને તેણે જેટલી ઝડપથી તેનું પ્રેગ્નન્સી દરમિયાન વધી ગયેલું વજન ઘટાડ્યું છે એ જોઈને ફેન્સ એકદમ સરપ્રાઈઝ થઈ ગયા છે અને હવે એક્ટ્રેસે પતિ રણબીર સાથે મળીને ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે. ફેન્સ રણબીર અને આલિયાની લાડકવાયી દીકરી રાહાની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર હોય છે અને હવે બંને જણે ફેન્સને ક્રિસમસ ગિફ્ટ તરીકે દીકરી રાહાની ઝલક દેખાડી છે.
સોશિયલ મીડિયા પર આલિયા, રણબીર અને રાહાના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ રાહાને તેડીને ઘરમાંથી બહાર આવતું દેખાઈ રહ્યું છે અને પેપ્સની સામે દીકરી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ ક્રિસમસ પર રાહાની પહેલી ઝલક જોઈને એકદમ ખુશીથી ઉછળી પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ક્રિસમસ સેલિબ્રેશનના ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં કપલની કમાલની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
આલિયાએ આ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે વર્ષનો આ સૌથી સુંદર સમય છે સુંદર લોકો સાથે. મારા પરિવાર તરફથી આપના પરિવારને મેરી ક્રિસમસ… આલિયા અને રણબીરના આ ફોટો ચોક્કસ જ સુંદર છે, પણ કમેન્ટ સેક્શનમાં ફેન્સ રાહાના ફોટોની ડિમાન્ડ કરવા લાગ્યા હતા અને તેમણે કમેન્ટ સેક્શનમાં આલિયાને રાહાના ફોટો શેર કરવાની સલાહ પણ આપી હતી.
થોડાક સમય પહેલાં રણબીર અને આલિયા પેરેન્ટ્સ બન્યા છે અને તેમણે પોતાની લાડકવાયી દીકરીનું નામ રાહા રાખ્યું છે પરંતુ અત્યાર સુધી તેમણે રાહાનો ચહેરો દેખાડ્યો નહોતો, પણ આજે ક્રિસમસ પર રાહાની ઝલક દેખાડીને બંને જણે ફેન્સને બેસ્ટ એવર સરપ્રાઈઝ આપ્યું છે. રાહાની એક ઝલક જોઈને ફેન્સના દિલ પણ એકદમ Gardern Gardern થઈ ગયા હતા…