આલિયા ભટ્ટ અને જ્હાનવી કપૂરે આ રીતે રિક્રિએટ કર્યું રેખા મેજિકઃ જૂઓ વીડિયો અને તસવીરો...
મનોરંજન

આલિયા ભટ્ટ અને જ્હાનવી કપૂરે આ રીતે રિક્રિએટ કર્યું રેખા મેજિકઃ જૂઓ વીડિયો અને તસવીરો…

અભિનેત્રી રેખાનો આજે પણ એટલો ચાર્મ છે કે તેની જૂની ફિલ્મની રિ-રિલિઝની પ્રિમિયર પાર્ટી બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં બોલીવૂડના કેટલાય સિતારાઓ આવ્યા હતા, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ હતી. આલિયાએ પાર્ટીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનું કારણ તેનો લૂક હતો. આલિયાએ પિંક કલરની પ્લેન સાડી, પિંક કલરના સ્લિવલેસ બ્લાઉસ સાથે પહેરી હતી અને તેની હેરસ્ટાઈલ પણ ખાસ હતી.

વાસ્તવમાં આલિયાએ રેખાનો સિલસિલા લૂક રિક્રિએટ કર્યો હતો. અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, સંજીવ કુમાર અને રેખાને ચમકાવતી બીજી ક્લાસિક કલ્ટ સિલસિલાથી રેખાએ સ્લીવલેસ બ્લાઉસથી ફેશનને ફરી ટ્રેન્ડમાં લાવી હતી. રેખાની પ્લેઈન શિફોન સાડી અને ખુલ્લા વાળ સાથેના ફોટા જૂઓ ત્યારે સમજાય જશે કે આલિયાએ એકદમ રેખા બનવાની કોશિશ કરી હતી.

તો બીજી બાજુ જ્હાનવી કપૂરે ઈવેન્ટ પહેલા જ એક વીડિયો ઈન્સ્ટા પોસ્ટ પર શેર કર્યો હતો જેમાં ઉમરાવ જેલા લૂકમાં તેણે ઈન આંખો કી મસ્તી પર એક્સપ્રેશન્સ આપ્યા હતા. જ્હાનવી સુંદર લાગી રહી હતી અને તેની આંખોની મસ્તી પણ ફેન્સને ગમી ગઈ હતી.

View this post on Instagram

A post shared by Alia Bhatt (@aliaabhatt)

રેખાએ ગોલ્ડન સૂટ સાથે ઉમરાવની યાદ અપાવે તેવી જ્વેલરી પહેરી હતી. આ ફિલ્મ દેશના અલગ અલગ શહેરોમાં આજથી થિયેટરોમાં જોવા મળશે.

આપણ વાંચો : Amitabh Bachchanની આ વાત ક્યારેય નહીં ભૂલે Rekha, કહ્યું તેમણે મને…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button