હેં, આ હિંદુ એક્ટ્રેસે કરી લીધા મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન? ફોટો થયા વાઈરલ…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો અને તમારા મગજના ઘોડા દોડાવવાનું ચાલુ કરી દીધું હોય તો તમને જણાવી દઈએ કે અહીં વાત ટીવીના લવ બર્ડ્સ જેસ્મિન ભસીન અને અલી ગોનીની વાત થઈ રહી છે. લાંબા સમયથી અલી ગોની અને જેસ્મિનના લગ્નની વાત થઈ રહી છે. ટીવી ટાઉનના મોસ્ટ એડોરેબલ અને ફેવરેટ કપલના વેડિંગ આઉટફિટમાં ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેને કારણે બંનેએ લગ્ન કરી લીધા કે શું એવી ચર્ચા ચાલી રહી છે. ચાલો જાણીએ શું છે આ પાછળનું સત્ય-

જેસ્મિન ભસીન અને અલી ગોની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ફેન્સ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના ઈન્ટરવ્યુમાં બંનેને લગ્નને લઈને સવાલ પૂછવામાં આવે છે અને બંને જણ કોઈને કોઈ રીતે જવાબ આપવાનું ટાળે છે કે સવાલને ઉડાવી દે છે. આ બધા વચ્ચે જ કપલના વેડિંગ આઉટફિટમાં ફોટો વાઈરલ થતાં ફેન્સ થોડા ગૂંચવાઈ ગયા છે. બંને જણ બ્રાઈડ અને ગ્રુમના લૂકમાં જોવા મળી રહ્યા છે.

જેસ્મિને લાલ કલરના હેવી લહેંગા ચોલી પહેર્યા છે અને એની સાથે હેવી માંગટીકા, નેકલેસ અને નથણી પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. બ્રાઈડલ લૂકમાં જેસ્મિન એકદમ અપ્સરા જેવી લાગી રહી છે તો પેસ્ટલ કલરની શેરવાનીમાં અલી ગોની પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અલીએ મેચિંગ ફેંટો પહેરીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.

વાઈરલ થઈ રહેલાં એક ફોટોમાં અલી જેસ્મિનને માથા પર કિસ કરતો જોવા મળી રહ્યો છે અને મંડપમાં જ બંનેની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. અલી અને જેસ્મિનના વેડિંગ ફોટો જોઈને ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. તેમના ફેવરેટ કપલના લગ્નના ફોટો જોઈને તો ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો.

પરંતુ અહીં ફોડ પાડવાની વાત એવી છે કે અલી અને જેસ્મિને હકીકતમાં લગ્ન નથી કર્યા. તેમના આ વાઈરલ થઈ રહેલાં ફોટો એઆઈ જનરેટેડ ઈમેજ છે. આ ઈમેજ બંનેના ફેન્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જનરેટ કરી છે.

વાત કરીએ અલી અને જેસ્મિનની લવ સ્ટોરીની તો બંને જણે બિગ બોસમાં સાથે ભાગ લીધો હતો અને અહીં જ તેમની મિત્રતા પ્રેમમાં પરીણમી અને બંને લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહે છે. જોકે, હવે આ બંને કપલ સાત ફેરા લઈને ક્યારે એકબીજાના થાય છે એ તો તેઓ જ સારી રીતે કહી શકશે…