
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Panyda And Natasha Stankovic Divorce)ની જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે હાર્દિક પંડ્યાને ડેટ કરવા કે લગ્ન કરવા પહેલાં નતાશાનું નામ ટીવી ઈન્ડસ્ટ્રીના એક્ટર અલી ગોની (Aly Goni)ને ડેટ કરી ચૂકી છે? ચાલો તમને આજે એ વિશે જણાવીએ…
અત્યારે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે નતાશા અને હાર્દિકના લગ્નજીવનમાં ભંગાળ પડ્યું છે અને બંને જણ છુટા પડવા જઈ રહ્યા છે. જોકે, હાર્દિક પંડ્યા કે નતાશાએ આ બાબતે હજી સુધી કંઈ પણ સ્પષ્ટતા આપી નથી. પરંતુ શું તમને ખબર છે કે હાર્દિક પંડ્યા સાથે લગ્ન થયા એ પહેલાં નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી? અને એ પણ એક વખત નહીં પણ બે-બે વખત…
આ પણ વાંચો: Hardik – Natasha : હાર્દિક પંડ્યાની પત્ની નતાશા કોની સાથે જોવા મળી જાણો છો?
નતાશા અને અલીએ એકબીજાને વર્ષો સુધી ડેટ કર્યા હતા અને આખરે બંને જણ કલ્ચરલ ડિફરન્સને કારણ અલગ થયા હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બંને જણે ડાન્સ રિયાલિટી ટીવી શો નચ બલિયેમાં એક્સ કપલ તરીકે ભાગ લીધો હતો અને અહીં તેમણે પોતાના સંબંધ વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને નતાશા ડિવોર્સ માટે તૈયાર! હવે આ અભિનેત્રીને જીવનસંગિની બનાવશે
શોના જજે નતાશાને પૂછ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં તમારું બ્રેકઅપ થયું હતું કે તમારા બ્રેકઅપને પાંચ વર્ષ થયા છે જેના જવાબમાં અલીએ કહ્યું હતું કે બ્રેકઅપને ચાર વર્ષ થયા છે. આ સાંભળીને નતાશાએ હેરાની સાથે અલીને પૂછ્યું હતું કે ચાર વર્ષ? આ જોઈને જજે કહ્યું કે હજી સુધી યાદ નથી કે બ્રેકઅપને કેટલો સમય થયો છે? આ કમેન્ટ પર અલીએ કહ્યું હતું અમે લોકો મળતાં રહીએ છીએ એકબીજાને…
આ પણ વાંચો: Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?
નતાશાએ પણ અલી સાથેના પોતાના સંબંધ પર ખુલાસો કરતાં કહ્યું હતું કે હું અને અલી બે વખત રિલેશનશિપમાં રહી ચૂક્યા છીએ. પાંચ વર્ષમાં અમારી વચ્ચે બે વખત બ્રેકઅપ પણ થયા હતા… આ જવાબ સાંભળીને શોના જજ પણ ચોંકી ઉઠ્યા હતા.