મનોરંજન

એક્ટ્રેસનો ટોપ’લેસ’ વીડિયો થયો વાઈરલ, ડેડીએ લગાવી ક્લાસ તો…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે, આખરે કઈ રીતે કોઈ એક્ટ્રેસ ટોપ પહેરવાનું જ ભૂલી જાય અને એની જાણ એના પપ્પાને થાય? ચાલો તમને આખો કિસ્સો જણાવીએ. અનન્યા પાંડેની કઝિન બહેન અલાના પાંડે હાલમાં પોતાના ઓટીટી ડેબ્યુને લઈને લાઈમલાઈટમાં છે. અહીંયા તમારી જાણ માટે કે અલાના ખુદ એક યુટ્યુબર અને ફેમસ ઈન્ફ્લ્યુઅન્સર પણ છે. અલાના પણ પોતાના લૂક્સ, સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં બની રહી છે. જોકે, હાલમાં અલાનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અલાનાને તેના કપડાંને કારણે પપ્પા ચિંકી પાંડે વઢી રહ્યા છે.

અલાના એમેઝોન પ્રાઈમ વીડિયોના શો ધ ટ્રાઈબથી ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. આ શોના કોન્સેપ્ટની વાત કરીએ તો કઈ રીતે એક યંગ ઈન્ફ્લ્યુઅન્સર પોતાને એસ્ટાબ્લિશ કરવા માંગે છે અને એને કંઈક મોટું કરવું છે. હવે આ બધા વચ્ચે અલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. અલાનાએ ખુદ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેના પિતા તેને સવાલ કરે છે અલાના શું તું ટોપ પહેરવાનું ભૂલી ગઈ છે?

અલાના આ સવાલ સાંભળીને પોતાની ડ્રેસિંગ સેન્સને જસ્ટિફાઈ કરે છે, અને પૂછે છે કે આ આઉટફિટમાં શું ખરાબી છે?

જેના જવાબમાં ચંકી પાંડે કહે છે કે તને નથી લાગતું કે તને આના પર શર્ટ પહેરવાની જરૂર છે? આ સાંભળીને અલાના કહે છે કે આ શર્ટ છે. આ જવાબ પર ચંકીએ જણાવ્યું હતું કે આ એલએ નથી બાંદ્રા છે. અલાના સતત પિતાને સમજાવવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે આ બ્રાલેટ છે. આ સાંભળીને ચિક્કી પાંડે કહે છે કે આ બ્રાલેટ છે?તો બ્રાને કવર હોવું જોઈએ. આખરે અલાના થાકીને બેસી જાય છે.

આ વીડિયો પર યુઝર્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે અલાનાના પિતા એકદમ દેસી ડેડવાળી વાઈબ્સ આપી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું છે કે શું કર્દાશિયન બનવા માંગે છે? ત્રીજા એક યુઝરે લખ્યું છે કે પપ્પા એકદમ સાચું કહી રહ્યા છે. તમે તમારા પિતાની સામે આ રીતે કઈ રીતે બેસી શકો, તેઓ અનકમ્ફર્ટેબલ તો થશે જ ને?

અત્રે ઉલ્લેખનીય છે કે અલાનાના લગ્ન થઈ ગયા છે અને હાલમાં જ તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે આ ગુડન્યુઝ ફેન્સ સાથે શેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button