મનોરંજન

બડે મિયાં છોટે મિયાંની ચર્ચા વચ્ચે બેક ટુ બેક ફ્લોપને લઈ અક્ષયે કહીં આ વાત

જણાવી દઈએ કે અક્ષય કુમારની પાછલી ફિલ્મો સેલ્ફી અને મિશન રાનીગંજ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. એક્ટરને આ ફિલ્મોથી ખૂબ અપેક્ષા હતી. જો કે આ ફિલ્મો દર્શકોની કસૌટી પર ખરી ઉતરી ન હતી. ત્યાં સતત ફ્લોપ આપવા પર અક્ષય કુમારે કહ્યું કે એક અભિનેતા તરીકે તેઓ પોતાની દરેક ફિલ્મમાં ખૂબ મહેનત કરે છે, પણ જ્યારે બોક્સ ઓફિસ પર સફળતાની વાત આવે તો અહીં એવી વાત છે કે આને કોઈ પ્રિડિક્ટ કરી શકતા નથી.

અક્ષયે કહ્યું, અમે તમામ પ્રકારની ફિલ્મ માટે કોશિશ કરતા રહીએ છીએ. હું એક જ જોનર સુધી મર્યાદિત નથી રહેતો. પછી ભલે સફળતા મળે કે ન મળે. મે હમેશા આ પ્રકારનું જ કામ કરું છું. અને હું કરતો રહીશ. કઈક એવું કે સામાજિક હોય, કઈક એવું જે સારું હોય, કઈક કોમેડીમાં અને કઈક એક્શનમાં. તેણે એ પણ કહ્યું કે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવામાં મજા આવે છે. આનાથી વાસ્તવમાં કોઈ ફર્ક નથી પડતો કે લોકો શું કહે છે. ભલે લોકો માત્ર કોમેડી અથવા એક્શન કરવા માટે કહેતા હોય, એનો મતલબ એ નથી થતો કે અભિનેતા માત્ર આ બે જોનરમાં જ અટેમ્પ્ટ કરશે.

અક્ષયની ક્યારેક 16 ફિલ્મો ફ્લોપ થઈ છે. આ સમયને યાદ કરતા એક્ટરે કહ્યું કે એ સમયે પણ તેણે પોતાની વર્કસ્ટાઈલને કન્ટ્રોલ નથી કરી. તેણે કહ્યું, એવું નથી કે આ સમય મે પહેલા નથી જોયો, એક સમય હતો જ્યારે કરિયરમાં સતત 16 ફ્લોપ ફિલ્મ હતી. પણ હું ટકી રહ્યો અને કામ કરતો રહ્યો અને હવે પણ એવું જ કરીશ. હાલ અક્ષય કુમાર ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાં સાથે મોટા પરદે ધમાલ મચાવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મનું એક્શન ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના કારણે ફિલ્મથી ઘણી અપેક્ષાઓ બંધાય છે. આ ફિલ્મ ઈદના સમયે 10 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ અક્ષયનું કરિયર ટ્રેક પર લાવશે કે કેમ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button