મનોરંજન

અક્ષય કુમારની મલ્ટિસ્ટારર હાઉસફુલ-5એ વિક એન્ડમાં બોક્સ ઓફિસ પર કર્યું આટલું કલેક્શન

6 જૂન 2025ના રોજ રિલીઝ થયેલી અક્ષય કુમાર અને મલ્ટી સ્ટાર કાસ્ટની કોમેડી-થ્રિલર ફિલ્મ હાઉસફુલ 5 બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે. બે એન્ડ એટલે કે હાઉસફુલ 5A અને હાઉસફુલ 5Bએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા છે. અગાઉના 4 ભાગની સફળતા બાદ 5મો ભાગે રિલીઝ પહેલાં જ ખૂબ હાઈપ ઊભી કરી હતી, અને ફિલ્મના ઓપનિંગ સાથે વીકેન્ડમાં તેણે શાનદાર કમાણી કરી.

ચોથા દિવસની કમાણી

‘હાઉસફુલ 5’એ રિલીઝના ચોથા દિવસે પણ પોતાનો જાદુ જાળવી રાખ્યો. ચોથા દિવસે (સોમવાર, 9 જૂન, 2025) ફિલ્મે આશરે 13.50 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે ફિલ્મની ચાર દિવસમાં કુલ કમાણી 101.00 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ, જેનાથી તે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ. ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે 24 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ લીધી હતી. જ્યારે હાઉસફુલ 4એ 19.08 કરોડની કમાણી કરી હતી

‘હાઉસફુલ 5’ની સફળતા અને રેકોર્ડ્સ

ચોથા દિવસે ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો, જેનાથી તે 2025ની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. જ્યારે આ ફિલ્મે ‘જાટ’ (90.34 કરોડ) અને ‘કેસરી 2’ (94.37 કરોડ)ના લાઈફટાઈમ કલેક્શનને ચાર દિવસમાં જ પાછળ છોડી દીધા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ફિલ્મનું લક્ષ્ય સલમાન ખાનની સિકંદર ફિલ્મને પાછળ છોડવાનું છે. જણાવી દઈએ કે સિકંદર ફિલ્મે 129.95 કોરડનું કલેક્શન કર્યું હતું.

‘હાઉસફુલ 5’એ 2025માં રિલીઝ થયેલી 17થી વધુ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા, જેમાં ‘છાવા’ (31 કરોડ), ‘સિકંદર’ (26 કરોડ) અને ‘સ્કાઈ ફોર્સ’ (15.30 કરોડ) બાદ તે ત્રીજી સૌથી મોટી ઓપનર બની છે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત અને સાજિદ નડિયાડવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ 375 કરોડના બજેટ સાથે બનેલી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ફરદીન ખાન, શ્રેયસ તલપડે, જોની લીવર, ચંકી પાંડે, ડિનો મોરિયા, નિકિતિન ધીર, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફાખરી, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ અને સૌંદર્યા શર્મા જેવા 19થી વધુ કલાકારો છે.

આ પણ વાંચો….હાઉસફુલ-5 બોક્સ ઓફિસમાં હાઉસફુલઃ અક્ષયની ફિલ્મે પહેલા દિવસે જ કરી બમ્પર કમાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button