કેટરિના કૈફની પ્રેગ્નન્સી અંગે અક્ષય કુમારની અનોખી ડિમાન્ડ, કમેન્ટમાં લખ્યું: 'બાળકને…' | મુંબઈ સમાચાર
મનોરંજન

કેટરિના કૈફની પ્રેગ્નન્સી અંગે અક્ષય કુમારની અનોખી ડિમાન્ડ, કમેન્ટમાં લખ્યું: ‘બાળકને…’

મુંબઈ: લગ્નના ચાર વર્ષ બાદ કેટરિના કેફ અને વિક્કી કૌશલે તેમના પરિવારજનો તથા ચાહકોને સારા સમાચાર આપ્યા છે. કેટરિના કેફે પોતાના બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની પ્રેગનેન્સીની જાણ કરી હતી. જેને લઈને તેનું કમેન્ટ બોક્સ શુભેચ્છાઓના સંદેશથી ભરાઈ ગયું હતું. જોકે, કેટરિના કેફની પ્રેગનન્સીના સમાચાર સાંભળીને અક્ષય કુમારે તેની પાસે એક અનોખી માંગણી કરી છે.

તમે સારા માં-બાપ બનશો, પરંતુ…

કેટરિના કેફે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બેબી બમ્પ સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે અમારી જિંદગીનું બેસ્ટ ચેપ્ટર શરૂ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમને પણ ખુશીઓ થઈ છે.” જોકે આ પોસ્ટ જોયા બાદ અક્ષય કુમારે કેટરિના કેફ અને વિક્કી કૌશલ પાસે એક ખાસ માંગણી કરી છે.

અક્ષય કુમારે કમેન્ટ બોક્સમાં જણાવ્યું કે, “કેટરિના અને વિક્કી, તમારા માટે ઘણો ખુશ છું. હું તમને સારી રીતે જાણી છું, તેથી હું કહીં શકું છું કે, તમે બંને સૌથી સારા માતા-પિતા બનશો. પરંતુ, તમારા બાળકને અંગ્રેજી અને પંજાબી બંને શીખવાડજો. ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ, જય મહાદેવ.”

ઉલ્લેખનીય છે કે, કેટરિના કેફની આ પોસ્ટ બાદ નેહા ધૂપિયા, મિની માથુર, વરુણ ધવન, રાજકુમાર રાવ, રિયા કપૂર, આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, અનુષા દાંડેકર, સિદ્ધાર્થ ચતુર્વેદી, જોયા અખ્તર, ભૂમિ પેડનેકર, અંશુલા કપૂર, અંગદ બેદી, અતુલ અગ્નિહોત્રી સહિતની અનેક બોલીવુડની સેલિબ્રિટીએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button