અક્ષય કેવા કપડામાં ટ્વિંકલને ગમે છે, તે જાણો ખુદ ખેલાડીકુમાર પાસેથી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ચોક્કસપણે ફિલ્મોનો બૉસ રહ્યો છે, પરંતુ ઘરમાં તે એક સામાન્ય વ્યક્તિની જેમ રહે છે. ટ્વિંકલ ખન્ના ઘરની બૉસ છે અને તે બધું મેનેજ કરે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અક્ષયે જણાવ્યું હતું કે ટ્વિંકલ ઘણીવાર એવું ઈચ્છે છે કે અક્ષય નવા સ્ટાઈલીસ્ટ કપડા પહેરી સરપ્રાઈઝ આપે. કારણ કે અક્ષય રોજ એકના એક કપડા એકની એક સ્ટાઈલમાં રહે છે. જો તે ડેટ નાઈટ પર જવા માંગતી હોય તો તે અક્ષયને આ વાત કહે છે. જોકે ટ્વિન્કલ એમ પણ માને છે કે બહુ વધારે પડતો ભપકો ન કરવો જોઈએ.
અક્ષયે કહ્યું- જ્યારે ટીના અને હું ડેટ નાઈટ પર જઈએ છીએ ત્યારે તે મારું ડ્રેસિ્ંગ તે નક્કી કરે છે. આ સાથે ખેલાડીકુમાર એમ પણ કહે છે કે ટ્વિંકલ મને હંમેશા સફેદ શર્ટ, બ્લુ કે બ્લેક જીન્સમાં પસંદ કરે છે. ટ્વિંકલને એ પસંદ નથી કે હું બહુ મોંઘા કપડાં પહેરું કે પકડા વિશે હું બહુ વિચારું. તે માને છે કે સિમ્પલ લૂકમાં તમે સારા જ દેખાવ છો. આ સાથે તે એમ પણ માને છે કે માણસે માણસ જેવું દેખાવું જોઈએ.
અક્ષય કહે છે કે દરેક પત્ની તેના પતિની ડ્રેસિંગ સેન્સની ટીકા કરતી હોય છે, ટીના પણ કરે છે.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન વર્ષ 2001માં થયા હતા. તેઓએ વર્ષ 2002 માં તેમના પ્રથમ બાળક આરવનું સ્વાગત કર્યું. આ પછી વર્ષ 2012માં નિતારાનું સ્વાગત કર્યું. અક્ષય મોટાભાગે તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. આરવ પણ ત્યાં જ ભણે છે. અક્ષયે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આરવ લંડનમાં રહીને પણ વૈભવી જીવન જીવતો નથી. અક્ષય પોતાની ફીટનેસ કૉન્સિયસનેસ માટે પણ જાણીતો છે.
Also Read –