અક્ષય કુમારની સ્કાય ફોર્સ પહેલા દિવસે જ છવાઈ ગઈઃ જાણો કેટલું કર્યું કલેક્શન
વર્ષ 2025નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી પૂરો થવા આવ્યો ત્યારે અત્યાર સુધી બોલીવૂડ માટે નિરાશાજનક વાતાવરણ હતું, પરંતુ અક્ષય કુમાર અને વીર પહાડીયાની ફિલ્મે બોલીવૂડને સારા સામાચાર આપ્યા છે અને તેમની ફિલ્મ સ્કાય ફોર્સને સારું ઑપનિંગ મળ્યું છે. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 10 કરોડ કલેક્ટ કર્યા છે, જે નવા વર્ષ 2025ની ઑપનિંગ ડે પર કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમાર (Akshay Kumar)ની આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના 1965ના યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની કથાને અનુરૂપ તેમાં દેશભક્તિનો તડકો છે. 26મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે રજાનો લાભ પણ ફિલ્મને મળશે. આ સાથે તેની સાથે સ્પર્ધા આપી શકે તેવી હિન્દી ફિલ્મ થિયેટરોમાં નથી. આથી ફિલ્મ સારી કમાણી પહેલા જ વીક એન્ડમાં કરશે તેવી આશા છે.
અક્ષય કુમારની 2024, ઑગસ્ટમાં ખેલ ખેલ મેં ફિલ્મ આવી હતી. ફિલ્મને મિક્સ્ડ રિવ્યુ મળ્યા હતા, પરંતુ કમાણી ખાસ કરી શકી ન હતી. અક્ષયની ફિલ્મો લગાતાર ફ્લૉપ કે એવરેજ સાબિત થઈ રહી છે. ખેલાડી કુમારનો જાદુ ઓસરી ગયો હોવાનું કહેવાય છે ત્યારે સ્કાય ફોર્સ અભિનેતા માટે ઑક્સિજન સાબિત થઈ શકે તેમ છે.
Also read: અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
અક્ષય સાથે આ ફિલ્મ નવોદીત વીર પહાડીયા (Veer Pahadiya)માટે પણ મહત્વની છે. વીરના લોકો વખાણ કરી રહ્યા છે. વીર અને સારાની કેમેસ્ટ્રી લોકોને ગમી છે. જોકે બન્ને અભિનેત્રી સારા અલી ખાન અને નિમરત કૌરના ભાગે ખાસ કઈ કરવાનું આવ્યું નથી. ફિલ્મને મિક્સ્ડ રિવ્યુ મળ્યા છે, પરંતુ બાકી બધા પાસાને ધ્યાનમાં રાખતા ફિલ્મ બે અઠવાડિયામાં સારી કમાણી કરી લેશે તેમ જણાઈ રહ્યું છે.