Happy Birthday: જન્મદિવસ મનાવી રહેલો અક્ષય કુમાર કેમ થયો ઈમોશનલ | મુંબઈ સમાચાર
મનોરંજન

Happy Birthday: જન્મદિવસ મનાવી રહેલો અક્ષય કુમાર કેમ થયો ઈમોશનલ

લગભગ ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મને તરસતો બોલીવૂડનો ખેલાડી ખુમાર એટલે અક્ષય કુમાર આજે 58મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અભિનેતાએ બોલીવૂડમાં ઘણી લાંબી એટલે કે 34 વર્ષની સફર ખેડી છે. હિન્દી ફિલ્મ જેવી જ ઈન્ટરેસ્ટિંગ છે અક્ષય કુમારની સફર. રાજીવ ભાટીયા નામના આ પંજાબીએ હોંગકોંગની હોટેલમાં કુક તરીકે કામ કર્યું અને પછી મુંબઈ લેન્ડ થયો અને પ્રોડ્યુસરની ઓફિસોના ધક્કા ખાધા, 9 સપ્ટેમ્બરે એટલે કે આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવતો અક્ષય 1987માં આવેલી આજ ફિલ્મમાં પહેલીવાર દેખાયો હતો. ત્યારબાદ 90ના દાયકાથી તેની ફિલ્મી કરિયર એટલી તો આકાશે ઊડી કે એક સમયે તે બોલીવૂડમાં સૌથી વધારે ફી લેનારો એક્ટર બની ગયો. એક્શન અને રૉમ-કોમ બન્ને ઝોનરમાં અક્ષયે પોતાનું નામ બનાવ્યું. ત્યારબાદ તેણે સ્પાય ફિલ્મો અને બાયોપિક અને રિયલ લાઈફ સ્ટોરી પર ઘણી ફિલ્મો આપી અને બીજો મનોજકુમાર સાબિત થયો. આ સાથે તેના સામાજિક કાર્યો વિશે પણ સોશિયલ મીડિયામાં માહિતી શેર થતી હોય છે.

અક્ષયે આજના દિવસે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે તેણે ખાસ એક ઈમેજ શેર કરી છે જેમાં તેમે તેના અત્યાર સુધીના રોલના ફોટા મૂક્યા છે અને પોતાનો ઓરિજિનલ આજનો ફોટો પણ મૂક્યો છે. આ સાથે અક્ષયે એક ઈમોશનલ નોટ પણ મૂકી છે. અક્ષયે ઈન્સ્ટાપોસ્ટમાં લખ્યું છે કે તમને બધાને ગુડ મોર્નિંગ. 58 વર્ષની મહેનત, ઈન્ડસ્ટ્રીમાં 34 વર્ષ, 150 કરતા વધારે ફિલ્મો અને એકધારું કામ. જેમણે મારા પર વિશ્વાસ કર્યો, મારી ફિલ્મોની ટિકિટ ખરીદી, જેમણે મને સાઈન કર્યો, પ્રોડ્યુસ કર્યો, ડિરેક્ટ કર્યો અને ગાઈડ કર્યો. આ પ્રવાસ જેટલો મારો છે તેટલો તમારો પણ છે. હું તમારા બધાનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવા માગુ છું. મને સપોર્ટ અને હિંમત આપવા માટે. મારો જન્મદિવસ એ બધાને સમર્પિત છે જે આજેપણ મારા પર વિશ્વાસ કરે છે.

પ્રેમ અને પ્રાર્થનાઓ જય મહાકાલ

અક્ષય કુમારની વાત કરીએ તો એક સમયે સુપરહીટ ફિલ્મોની વણઝાર ઊભી કરનારો એક્ટર ફીટનેસમાં પણ યુવાનોનો આદર્શ છે. જોકે છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મોને ધારી સફળતા મળી નથી. હવે તેની બે હીટ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો આવી રહી છે. જોલી એલએલબી-3 અને હેરાફેરી-3. આ બન્ને ફિલ્મોની પહેલી બન્ને સિરિઝ હીટ ગઈ છે આથી હવે ત્રીજી સિરિઝ પર અક્ષય અને તેના ફેન્સ મીટ માંડીને બેઠા છે. જન્મદિવસે આપણે શુભેચ્છા પાઠવીએ તે અક્ષયની આ બન્ને ફિલ્મ હીટ જાય.

આ પણ વાંચો…Happy Birthday: પહેલી ફીમાં 11,000ના શુકન થયા અને હવે કરોડોમાં રમે છે આ કલાકાર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button