Sarfira પણ ફ્લૉપની યાદીમાં, અક્ષય કુમારે ટ્રોલર્સને શું કહ્યું ? | મુંબઈ સમાચાર
મનોરંજન

Sarfira પણ ફ્લૉપની યાદીમાં, અક્ષય કુમારે ટ્રોલર્સને શું કહ્યું ?

એક સમયે અક્ષય કુમારનું ફિલ્મમાં હોવું જ ફિલ્મ હીટ થવા માટે કાફી હતું. ખેલાડી કુમારની ફિલ્મોએ સારો બિઝનેસ પણ કર્યો છે અને એવોર્ડ્સ પણ જીત્યા છે, પણ સમયનું ચક્ર ફર્યું છે કે અક્ષયનો સારો સમય ચાલી રહ્યો નથી જે હોય તે પણ તેની એક પછી એક ફિલ્મ ફ્લૉપ અથવા તો એવરેજ સાબિત થઈ છે અને નિર્માતાને કમાણી થઈ નથી.

તાજેતરમાં રિલિઝ થયેલી સરફીરા પણ એવરેજની યાદીમાં સામેલ થવા જઈ રહી છે. ફિલ્મએ વિક એન્ડમાં પણ ખાસ કંઈ બિઝનેસ કર્યો નથી. મળતા આંકડા અનુસાર શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મે માત્ર 11 કરોડ રૂપિયા જ કમાયા છે. આથી હવે અક્ષય કુમાર ટ્રોલ થવા લાગ્યો છે અને દોષનો ટોપલો તેના પર ઢોળાવા લગ્યો છે.

ફિલ્મ ફ્લૉપ થવાનું કારણ અક્ષયની વર્ષમાં 4 5 ફિલ્મો કરી નાખવાની લાલચ હોવાનું કહેવાય છે અને આથી તે દરેક ફિલ્મને પૂરતો સમય આપતો નથી, તેમ કહેવાઈ રહ્યું છે. અક્ષય કુમાર વર્ષમાં ઘણી ફિલ્મો કરી નાખે છે. ત્યારે આ મામલે અક્ષયે ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

અક્ષયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ટૉમ ક્રુઝની મિશન ઈમ્પોસિબલ એક્શન ફિલ્મોની દુનિયામાં બેસ્ટ માનવામાં આવે છે, પણ આ ફિલ્મનું શૂટિંગ માત્ર 55 દિવસમાં થયું છે. હું ક્વોલિટી તરફ પૂરતું ધ્યાન આપું છું અને નિર્માતા માગે તેટલો સમય આપુ છું. મારી અમુક ફિલ્મો 75 દિવસમાં પૂરી થઈ છે તો અમુકનું શૂટિંગ 30 દિવસમાં પણ આટોપાઈ ગયું છે.

આ પણ વાંચો : Sarfira Review: અક્ષયને ચમકાવતી આ સાઉથની રિમેક કેટલી ઉડાન ભરશે?

પોતાના ટ્રોલર્સને ક્રિટિક્સને ટોણો મારતા તેણે કહ્યું કે જેમને હું ગમતો નથી તેઓ આમ કહ્યાં કરે છે. એક સમયે જ્યારે મારી ફિલ્મો હીટ જતી તો એક વર્ષમાં વધારે ફિલ્મો કરવા માટે મને સરાહવામાં આવતો અને મારી મહેનતના વખાણ થતા હવે જ્યારે ફ્લૉપ જાય છે ત્યારે આને જ નિષ્ફળતાનું કારણ ગણવામાં આવે છે.

સરફીરા સાઉથની સુપરહીટ ફિલ્મની રિમેક છે, પરંતુ લોકોએ હિન્દી વર્ઝનને એટલું વખાણ્યું નથી. ફિલ્મ ડેક્કન એરલાયન્સના સ્થાપક ગોપીનાથના સસ્તી એરલાયન્સ કંપની સ્થાપવાના સંઘર્ષની વાર્તા કહે છે.

Back to top button