મનોરંજન

‘ફિલ્મની શરૂઆતની 10 મિનીટ જોવાનું ચુકશો નહીં…’ અક્ષય કુમારે હાથ જોડીને વિનંતી કરી

મુંબઈ: અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ આજે થિયેટર્સમાં રિલીઝ (Kesari Chapter-2 rlease) થઇ રહી છે, ચાહકોને ફિલ્મનું ટ્રેલર ખુબ પસંદ પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ગઈ કાલે અક્ષય કુમાર (Akshay Kumar) મુંબઈમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. સ્ક્રીનિંગ બાદ અક્ષય કુમારે લોકોને હાથ જોડીને ફિલ્મ જોવા જવા વિનંતી કરી હતી.

અક્ષય કુમારે સ્ક્રીનિંગમાં હાજર પાપારાઝી સાથે વાત કરી હતી. અક્ષયે તેમને ફિલ્મના પહેલા 10 મિનિટના ભાગને ધ્યાનથી જોવા કહ્યું. અક્ષયનો એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચાહકોને ફિલ્મ જોવા જવા વિનંતી કરતો જોવા મળે છે.

‘શરૂઆતની 10 મિનીટન ચુકતા’

વાયરલ થઇ રહેલા વિડીયોમાં અક્ષય કુમારે લોકોને કહ્યું કે, ‘આ ફિલ્મ જોવા જનારા બધા લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે તમે આ ફિલ્મ જોવા આવો ત્યારે તેની શરૂઆત ન ચૂકશો. આ શ્રેષ્ઠ મહત્વપૂર્ણ ઐતિહાસિક ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મની શરૂઆતની 10 મિનિટ સૌથી મહત્વપૂર્ણ છે, તેને ચૂકશો નહીં.’

અક્ષય કુમારે પાપારાઝીને કહ્યું, ‘મને ખાતરી છે કે મારો મેસેજ તમારા કેમેરા દ્વારા દર્શકો સુધી પહોંચશે. જે લોકોએ આ ફિલ્મ જોવાનું નક્કી કર્યું છે, તેમણે મોડા ન પડવું જોઈએ, તેમણે સમયસર આવવું જોઈએ અને પહેલી 10 મિનિટથી જરૂરથી જોવી જોઈએ.”

આ પણ વાંચો: કેસરી ચેપ્ટર-2ઃ અક્ષય કુમારની ફિલ્મ સેલિબ્રિટીને તો બહુ ગમી, હવે જનતાનો રિવ્યુ બાકી

ફિલ્મ વિષે:

‘કેસરી ચેપ્ટર 2’ નું દિગ્દર્શન કરણ સિંહ ત્યાગીએ કર્યું છે અને આ ફિલ્મ કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત આર માધવન અને અનન્યા પાંડેના મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી કોર્ટમાં ચાલેલી કાર્યવાહી પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button