અક્ષય કુમાર-પરેશ રાવલનો ઝઘડો માત્ર પબ્લિસિટી સ્ટંટ? આ એક્ટરે કર્યો દાવો…

મુંબઈ: છેલ્લા સમયથી ચર્ચા થઇ રહી છે કે હેરાફેરી-3માંથી પરેશ રાવલ ખસી જવાને કારણે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે તેમના પર કેસ દાખલ કર્યો છે, જેના કારણે પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે ઝઘડો (Paresh Rawal-Akshay Kumar fight) થયો છે. જેને કારણે હેરાફેરી-3 ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું છે. અહેવાલ મુજબ ઘણા લોકો એવું માની રહ્યા છે કે બંને અભિનેતા વચ્ચે થયેલો ઝઘડો માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.
હેરા ફેરી-3 ની જાહેરાત થતા ચાહકો ઉત્સાહિત હતાં. લોકો અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીને જોવા આતુર હતાં. પરંતુ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ સાથે કેટલાક મતભેદોને કારણે પરેશ રાવલ ફિલ્મમાંથી ખસી ગયા છે. હવે આ મુદ્દે ઘણી અટકળો લગાવવામાં આવી છે.

ઝઘડો માત્ર પબ્લિસિટી સ્ટંટ?
અભિનેતા કમાલ આર ખાને બંને અભિનેતા વચ્ચે થયેલા કથિત ઝઘડાને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. અભિનેતાએ એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે નક્કર માહિતી છે કે તેઓ આ સમાચારનો ઉપયોગ પબ્લિસિટી સ્ટંટ તરીકે કરી રહ્યા છે.
પરેશ રાવલે હેરા ફેરી-3 છોડી:
પરેશ રાવલે જણાવ્યું હતું કે હેરા ફેરી-3ની ટીમ સાથે મારો કોઈ સર્જનાત્મક મતભેદ નથી, પરંતુ હું અન્ય કારણોસર આ પ્રોજેક્ટથી અલગ થઇ રહ્યો છું.
અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે પરેશ રાવલને કાયદાકીય નોટિસ પણ મોકલી હતી. ગઈકાલે, હાઉસફુલ-5ના ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં અક્ષય કુમારને પરેશ રાવલ સાથે ઝઘડા વિશે પૂછવામાં આવ્યું હતું. પરંતુ અક્ષય કુમારે એમ કહીને પ્રશ્ન ટાળ્યો કે આજે આપને અહીં હાઉસફુલ-5 માટે ભેગા થયા છીએ અને આ વિશે વાત કરવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ નથી.
આપણ વાંચો : હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…