વાહ, ગણેશ વિસર્જન બાદ દરેકે કરવા જેવુ સરાહનીય કામ કર્યું અક્ષય કુમારેઃ જૂઓ વીડિયો

મુંબઈ: અનંત ચૌદસના દિવસે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી પૂર્ણાવતી કરવામાં આવી. મુંબઈ ઠેર ઠેર ગણેશ મૂર્તીની સ્થાપના કરવામાં આવી હતી જેનું વિર્સજન કરવામાં આવ્યું. જે બાદ વિવિધ બીચ પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યા છે. આ સ્વચ્છતા અભિયાનમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર પણ જોડાયો હતો. અક્ષય હંમેશા સામાજિક કાર્યોમાં આગળ રહે છે. તે લોકોને પર્યાવરણ અને સ્વચ્છતા વિશે જાગૃત કરવા માટે પહોંચ્યો હતો.
રવિવારે અક્ષય કુમાર જુહુ બીચ પર પહોંચ્યો અને ત્યાંના કચરાને સાફ કરવામાં સક્રિયપણે ભાગ લીધો હતો. તે કચરાને થેલીઓમાં ભરતા જોવા મળ્યા, અને આ દરમિયાન તેણે લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેના કહેવા પ્રમાણે, સ્વચ્છતા એ માત્ર સરકાર કે નગરપાલિકાની જ જવાબદારી નથી, પરંતુ દરેક વ્યક્તિની પણ છે. આ અભિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ સ્વચ્છતા અભિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને બીએમસી કમિશનર ભૂષણ ગગરાની પણ જોડાયા હતા. તેઓ સૌએ મળીને બીચને સાફ કર્યું અને લોકોને આવા કાર્યોમાં ભાગ લેવા માટે અપીલ કરી. અક્ષયે વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્ઞાન આપણને સ્વચ્છતા જાળવવા શીખવે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અક્ષય કુમારે પંજાબમાં આવેલી વિનાશકારી પૂરથી પીડિત લોકો માટે 5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેણે આને સેવા તરીકે વર્ણવ્યું અને લોકોને પણ મદદ કરવા વિનંતી કરી. હાલ વર્ક ફ્રન્ટ પર અક્ષય પાસે ‘જોલી એલએલબી 3’ જેવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જે 19 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત અક્ષય આગામી સમયમાં ભૂત બંગલા જેવી ફિલ્મમાં પણ દેખાશે. જેમાં વામિકા ગબ્બી અને પરેશ રાવલ પણ છે. તેમજ ‘હેરા ફેરી 3’માં તેઓ સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે જોવા મળશે.
આ પણ વાંચો…અક્ષય કુમારે 12 વર્ષ પછી રેમ્પ વૉક તો કર્યું, પણ હાથમાં આ શું લઈને આવ્યો કે ટ્રોલ થયો?