મનોરંજન

થિયેટરની બહાર ચહેરો છુપાવી હાઉસફુલ 5 નો રિવ્યૂ લેવા પહોચ્યો અક્ષય, જુઓ વીડિયો…

મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar)ની કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 (Housefull 5) અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 6 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર બે દિવસમાં 50 કરોડથી પણ વધારે રૂપિયા છાપી લીધા છે. મલ્ટીસ્ટારર ફિલ્મ હોવાને કારણે ચાહકોને ખૂબ જ રસ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર સ્ક્રીન પર ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ થઈ શકે છે. લાંબા સમયથી અક્ષય કુમારે એક બાદ એક ફ્લોપ ફિલ્મો આપી છે. જેથી આ ફિલ્મ ચાહકોને તેની ફિલ્મ ગમે છે કે નહીં આ વાત જાણવા માટે અક્ષય પણ ઉત્સુક છે.

અક્ષય કુમારે એ કરી બતાવ્યું જે અન્ય અભિનેતાએ ક્યારેય નથી કર્યું
અત્યારે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારે એવુ કરી બતાવ્યું છે કે જે અન્ય મોટા કલાકારો કરવાની હિંમત પણ નથી કરી શકતા. હવે અક્ષય કુમાર પોતે સામાન્ય લોકો વચ્ચે પોતાની ફિલ્મની સમીક્ષા કરવા માટે પહોંચી ગયો છે. અક્ષય કુમાર ‘હાઉસફુલ 5’ જોયા પછી પાછા ફરતા લોકોને પૂછી રહ્યો છે કે તેમને ફિલ્મ કેવી લાગી? લોકો અક્ષય કુમારને ઓળખ્યાં વિના જવાબ પણ આપી રહ્યાં છે.

માસ્ક પહેરીને લોકો પાસે ફિલ્મના રિવ્યૂ લેવા પહોંચ્યો અક્ષય
અક્ષય કુમાર માસ્ક પહેરીને લોકો પાસે હાઉસફુલ 5ને રિવ્યૂ લેવા માટે પહોંચ્યો હતો. અભિનેતાએ પોતાનો ચહેરો છુપાવીને લોકોને પોતાની ફિલ્મ વિશે પ્રશ્નો પૂછ્યા છે. અક્ષય કુમારે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની ફિલ્મ ‘હાઉસફુલ 5’નો માસ્ક પહેરીને પોતાનો ચહેરો ઢાંક્યો છે જેથી કોઈ તેને ઓળખી ન શકે. જેથી લોકોએ અક્ષય કુમાર સાથે વાત કરવામાં વધુ રસ દાખવ્યો નહોતો. અક્ષય દરેકને પકડીને પૂછી રહ્યો છે કે તેમને ફિલ્મમાં સૌથી વધુ કોણ ગમ્યું? આ દરમિયાન લોકોએ સૌથી વધારે નાના પાટેકરની પ્રશંસા કરી હતી.

રહસ્ય ખુલે તે પહેલા અક્ષય કુમાર ગાયબ થઈ ગયો નહી તો…
અક્ષય કુમારનું રહસ્ય ખુલવાની તૈયારીમાં હતું, પરંતુ રહસ્ય ખુલે તે પહેલા તે ગાયબ થઈ ગયો હતો. કારણે કે, અભિનેતાની પાછળ બાઇક પર બેઠેલા એક દંપતીએ તેને માસ્ક પહેરીને પણ જોયો હતો. તે પકડાય તે પહેલાં, તે ત્યાંથી ત્યાથી જતો રહ્યો હતો. હવે આ વીડિયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘બસ, મેં વિચાર્યું કે આજે ‘હાઉસફુલ 5′ જોયા પછી બાંદ્રામાંથી બહાર આવતા લોકોનો ઇન્ટરવ્યુ લઈશ. હું અંતમાં પકડાવાનો હતો, પરંતુ તે પહેલાં ભાગી ગયો. તે એક શાનદાર અનુભવ હતો.’

આપણ વાંચો : હાઉસફુલ 5ને ‘એ’ અને ‘બી’ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી, કયા ભાગનો ક્લાઇમેક્સ બેસ્ટ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button