Surbhi Jyotiના Wedding Destination સાથે છે Akshay Kumarનું ખાસ કનેક્શન…

અત્યારે વેડિંગ સિઝન પૂરબહારમાં ખિલી ઉઠી છે અને એક તરફ જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના જામનગર ખાતે આજથી જ ત્રણ દિવસની પ્રિ-વેડિંગ બેશની શરુઆત થઈ ગઈ છે.
હજી તો ગયા અઠવાડિયે રકુલ પ્રીતે ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા અને હવે વધુ એક એક્ટ્રેસ સુરભી ચંદના જયપુરમાં તેના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે રોયલ વેડિંગ કરવા જઈ રહી છે. તમારી જાણ માટે કે સુરભી અને કરણની વેડિંગ ડેસ્ટિનેશન વિશે વાત કરીએ તો તેનું બોલીવૂડના ખિલાડી Akshay Kumar સાથે ખૂબ જ ખાસ કનેક્શન છે, ચાલો જોઈએ શું છે અક્ષય કુમારનું આ ખાસ કનેક્શન…
સુરભી અને કરણ છેલ્લાં 13 વર્ષથી એકબીજા ડેટ કરી રહ્યા છે અને 2024માં તેમણે પોતાના સંબંધને લગ્નનું નામ આપવાનું નક્કી કર્યું છે. ત્રીજી માર્ચના સુરભી અને કરણ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે અને આજથી જ તેની શરુઆત થઈ ગઈ છે. સુરભી અને કરણે પોતાના લગ્ન માટે 300 વર્ષ જૂની હેરિટેજ પ્રોપર્ટી પસંદ કરી છે અને તે જયપુરથી 30 કિલોમીટર દૂર આવેલી છે.
આજથી જ આ ચૌમૂં પેલેસમાં એક્ટ્રેસના પ્રિ વેડિંગ ફંક્શનની શરુઆત થઈ ગઈ છે અને આજે ગલદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની હલદી સેરેમનીના વીડિયો શેર કરવામાં આવ્યો છે અને લોકોને આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
તમારી જાણ માટે કે આ ચૌમૂં પેલેસ એ જ પ્રોપર્ટી છે કે જ્યાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયાની શૂટિંગ કરવામાં આવી હતી. ભૂલભૂલૈયા સિવાય અજય દેવગણની ફિલ્મ બોલ બચ્ચનની શૂટિંગ પણ આ પેલેસમાં જ કરવામાં આવી હતી. આ સિવાય પણ અનેક ટીવી-સિરીયલ્સના શૂટિંગ આ પેલેસમાં કરવામાં આવ્યા છે.
વાત કરીએ સુરભિના મહેંદી ફંક્શનની તો મહેંદીના ફંક્શનમાં સુરભિ મહેંદી કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને થનારા દુલ્હેરાજા પણ બ્લુ કલરના કુર્તા-પાયજામામાં એકદમ રોયલ દેખાઈ રહ્યા છે અને આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.