સેલ્ફી લેવા આવેલા ફેન પર ગુસ્સે થયો અક્ષય કુમાર: વાયરલ વીડિયોને જોઈ યુઝર્સ ભડક્યા | મુંબઈ સમાચાર
મનોરંજન

સેલ્ફી લેવા આવેલા ફેન પર ગુસ્સે થયો અક્ષય કુમાર: વાયરલ વીડિયોને જોઈ યુઝર્સ ભડક્યા

મુંબઈ: ફિલ્મી સેલિબ્રીટી જ્યારે જાહેર સ્થળો પર આવે છે, ત્યારે ચાહકો તેમની એક ઝલક માટે ટોળે વળી જાય છે. પહેલાના જમાનામાં સેલિબ્રીટીના ઓટોગ્રાફ લેવા માટે પડાપડી થતી હતી. આજના સમયમાં હવે સેલ્ફી લેવા માટે પડાપડી થાય છે. તાજેતરમાં અક્ષય તેની પુત્રી નિતારા ભાટિયા સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, ત્યારે સેલ્ફી લેવા માટે ચાહકોની ભીડ જામી હતી. આ દરમિયાન પોતાના એક ચાહક પર અક્ષય કુમાર ગુસ્સે થઈ ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

“મારા પર હાથ ન મૂકો”

મુંબઈ એરપોર્ટ પર ચાહકો સાથે ફોટા પાડવાની ઑફર અક્ષય કુમારે કરી હતી. જોકે, એક ચાહકે સેલ્ફી લેતી વખતે તેના ખભા પર હાથ મૂક્યો અને ખૂબ નજીક આવી ગયો. આનાથી અભિનેતા ગુસ્સે થયો અને તેણે તરત જ ખભા પરથી હાથ હટાવી લીધો. અક્ષયે ગુસ્સામાં તે ચાહકને કહ્યું કે, “તમારા હાથ નીચે રાખો, મારા પર હાથ ન મૂકો.”

અક્ષય કુમારના એટિટ્યુટની યુઝર્સે કરી ટીકા

આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે અક્ષયના વર્તનને અહંકારી ગણાવ્યું છે. જ્યારે અન્ય લોકોએ દલીલ કરી રહ્યા છે કે સેલેબ્રિટીની એટલી નજીક જવું યોગ્ય નથી.એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “ઘમંડ અહીં રહી જશે.” બીજા યુઝરે લખ્યું કે, “આપણે જ તેમને ફેમસ કરી છીએ અને આપણા કારણે જ તેમની ફિલ્મો તાવે છે. આપણને એટિટ્યુટ બતાવશે તો કેવી રીતે ચાલશે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “મને તેમનો એટિટ્યુટ ગમતો નથી.”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. જેમાં 2026માં આવનારી ‘ભૂત બાંગ્લા’ ફિલ્મનો સમાવેશ થાય છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ દ્વારા લગભગ 14 વર્ષ પછી પ્રિયદર્શન પોતાની વાપસી કરવાના છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ અને શરમન જોશી પણ છે. આ સિવાય અક્ષય કુમાર પાસે આગામી સમયમાં ‘હૈવાન’, ‘હેરા ફેરી 3’, અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ફિલ્મો પણ છે.

આપણ વાંચો:  ઇન્ટરનેશનલ લેવલે લોન્ચ થશે ‘રામાયણ’ ફિલ્મનું ટ્રેલર, આ જગ્યાની કરાઈ પસંદગી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button