‘ટોઈલેટ એક પ્રેમકથા’ને વખોડનારા જયા બચ્ચનને છેક હવે ‘મિસ્ટર ખિલાડી’એ આપ્યો જવાબ!

બોલીવુડના એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અત્યારે તેની અપકમિંગ ‘ફિલ્મ કેસરી ચેપ્ટર 2’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ જીતનાર ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમ કથા’ની ગણતરી બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે, પરંતુ જયા બચ્ચને (Jaya Bachchan) થોડા સમય પહેલા આ ફિલ્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ફિલ્મને ફ્લોપ પણ જાહેર કરી દીધી.
જોકે, એક મીડિયાના કાર્યક્રમમાં આ મુદ્દે પત્રકારે અક્ષય કુમારને પૂછતા સહજ જવાબ આપ્યો હતો કે કદાચ એ સાચા હોઈ શકે છે એની મને કંઈ ખબર નથી. મેં ફિલ્મ બનાવીને કોઈ ભૂલ કરી હોય તો તેઓ સાચા હશે, પરંતુ એના પછી જયા બચ્ચન અંગેની વિગતવાર સવાલ કરતા અક્ષય કુમારે ફરી વાત કરી હતી.
આપણ વાંચો: બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
મીડિયાએ અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે જ્યારે તેની ફિલ્મોની ટીકા કરવામા આવે છે, ત્યારે તેને કેવું લાગે છે. ત્યારે તેણે કહ્યું હતું કે, કોઇ મૂર્ખ જ હશે કે જેણે ટીકા કરશે જેવી ફિલ્મ મેં બનાવી છે. મેં ‘પેડમેન’ બનાવી હતી. તમે મને કહો. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘એરલિફ્ટ’ની જેમ, ‘કેસરી 1’ બની હતી, ‘કેસરી 2’ પણ બની હતી. આવી ઘણી ફિલ્મો છે, તેથી કોઈ મૂર્ખ જ આ ફિલ્મોની ટીકા કરશે.
તાજેતરમાં એક ટીવી ચેનલના કોન્ક્લેવમાં જયા બચ્ચને ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “ફિલ્મનું નામ જુઓ; હું ક્યારેય આવા ટોઇટલવાળી ફિલ્મ નહીં જોઉં. શું આ નામ છે? તમે મને કહો, શું તમે આવા નામવાળી ફિલ્મ જોવા માંગો છો? જુઓ, આટલા બધા લોકોમાંથી, ભાગ્યે જ ચાર લોકો ફિલ્મ જોવા માંગે છે; આ ખૂબ જ દુઃખદ છે. આ ફ્લોપ છે.”
જ્યારે અક્ષય કુમારને જયા બચ્ચનની ટીકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે જો તેમણે કહ્યું હોય તો તે સાચું હશે. જો તેઓ એમ કહી રહી છે કે ટોઇલેટ: એક પ્રેમ કથા જેવી ફિલ્મ બનાવીને મેં કંઈક ખોટું કર્યું છે, તો તે સાચું હશે. ફિલ્મને વખોડનારા જયા બચ્ચનને લગભગ લાંબા સમય પછી મિસ્ટર ખિલાડીએ જવાબ આપ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.