દિલદાર અક્ષય કુમારે એક કરોડનું દાન કર્યુ એ પણ વાનરો માટે

અભિનેતા અક્ષય કુમાર દાન કરવા અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે જાણીતો છે. કોરોના સમયે પણ તેમે પીએમ ફંડમાં રૂ. 25 કરોડનું દાન કર્યું હતું. આ દાન કરવા તેમે પોતાની એફડી તોડી હોવાના પણ અહેવાલો હતા.
થોડા મહિનાઓ પહેલા તેણે હાજી અલી દરગાહ માટે પણ દાન કર્યું હતું તો તેના ઘર બહાર તે ગરીબ લોકોને ભોજન કરાવતો પણ કેમેરામાં કેદ થયો છે. હવ અક્ષય ફરી સમાચારોમાં આવ્યો છે અને આ વખતે તેણે વાનરો માટે રૂ. એક કરોડ જેવી મોટી રકમ દાન કરી છે.
અક્ષય કુમારે અયોધ્યાના વાનરોના ભોજન અને દેખભાળ માટે દાન કર્યાનો મીડિયા અહેવાલ છે. આ દાન તેણે પોતાના માતા-પિતા હરિઓમ ભાટીયા અને અરૂણા ભાટિયા અને સસરા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાના નામે કર્યું છે. અહીંનો એક ટ્રસ્ટ વાનરોના ખવાપીવાનું ધ્યાન રાખે છે. આ દાન ટ્રસ્ટને આપવામાં આવ્યું છે.
Also Read – 25 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે અયોધ્યા, બનશે નવો રેકોર્ડ
અયોધ્યામાં હાલમાં તો દિવાળીનો માહોલ છે અને આખું શહેર પ્રકાશપર્વની ઉજવણીમાં ખોવાયેલું છે ત્યારે અક્ષયની મૂંગા પ્રાણીઓ માટેની આ મદદને સૌ કોઈ વખાણી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અક્ષયને બોક્સ ઓફિસે નિરાશ કર્યો છે. તેની છેલ્લી ફિલ્મ ખેલ ખેલ મે પણ ખાસ બિઝનેસ કરી શકી ન હતી. પહેલી તારીખે રિલિઝ થનારી સિંઘમ અગેઈનમાં અક્ષય કિમિયો કરતો જોવા મળશે, પણ અક્ષયને એક સૉલો સુપરહીટની જરૂર છે.