અક્ષય કુમારની 13 વર્ષની દીકરી પાસેથી અશ્લીલ તસવીરો માંગનાર કોણ? એક્ટરે સરકારને શું વિનંતી કરી?

મુંબઈઃ યુવતીઓ અને મહિલાઓ સાથે ઓનલાઇન છેડતી અને અશ્લીલતાના કિસ્સાઓ વારંવાર સાંભળવા મળતા હોય છે. આવા કિસ્સાઓમાં પીડિતો માત્ર સામાન્ય નાગરિકો જ નથી હોતા પણ સેલિબ્રિટીઓના પરિવાર પણ તેનો ભોગ બને છે. બોલીવુડના સ્ટાર ખિલાડી અક્ષય કુમાર સાયબર ક્રાઈમ સંબંધમાં આજે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અક્ષય કુમારે જણાવ્યું કે કેવી રીતે તેમની પુત્રી નિતારા વીડિયો ગેમ રમતી વખતે સાયબર ક્રાઈમનો ભોગ બનતા બચી ગઈ હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરીને, અક્ષયે મહારાષ્ટ્ર સરકારને અભ્યાસક્રમમાં સાયબર ક્રાઇમ પર એક પ્રકરણનો સમાવેશ કરવા વિનંતી કરી છે. જણાવી દઈએ કે, અક્ષયની પુત્રી માત્ર 13 વર્ષની છે.
આ પણ વાંચો : Viral Video: દુર્ગા પંડાલમાં કાજોલ સાથે બની એવી હરકત કે જોઈને થઈ જશો શરમથી પાણી પાણી…
મુંબઈમાં રાજ્ય પોલીસ મુખ્યાલયમાં સાયબર જાગૃતિ મહિના 2025ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે અક્ષયે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. અક્ષયે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા તેની દીકરી વીડિયો ગેમ્સ રમી રહી હતી, અને કેટલીક વીડિયો ગેમ્સ એવી હોય છે જેમાં તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે પણ ઓનલાઇન રમી શકો છો.
પછી એક મેસેજ આવ્યો, ‘તું પુરુષ છે કે સ્ત્રી?’ તેણે જવાબ આપ્યો ‘સ્ત્રી.’ પછી તેણે મેસેજ મોકલ્યો, ‘શું તું મને તારા નગ્ન ફોટા મોકલી શકે છે?’ તે મારી દીકરી હતી. તેણે તરત ગેમ અને નેટ બંધ કરી દીધું અને મારી પત્નીને આ ઘટના જણાવી. અક્ષયે જણાવ્યું કે આ રીતે વસ્તુઓ શરૂ થાય છે. આ પણ સાયબર ક્રાઇમનો એક ભાગ છે.
આ પણ વાંચો : શાહરૂખ ખાન સૌથી ધનિક ઈન્ડિયન એક્ટર, જાણો બીજા નંબરે કઈ હીરોઈન છે
અક્ષય કુમારે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાનને વિનંતી કરતા કહ્યું હતું કે આપણા મહારાષ્ટ્ર રાજ્યમાં, ધોરણ 7, 8, 9 અને 10 માં દર અઠવાડિયે સાયબર પીરિયડ હોવો જોઈએ, જ્યાં બાળકોને તેના વિશે સમજાવવું જોઈએ. રસ્તાઓ પર થતાં અપરાધ જેટલાંજ ખતરનાક આ સાયબર અપરાધો પણ હોય છે.