અક્ષય કુમારની ‘Bhoot Bangla’ની રિલીઝ ડેટ જાહેર; લાલ ટેન સાથે જોવા મળ્યા અક્ષય કુમાર…
અક્ષય કુમારે (Akshay Kumar)પ્રિયદર્શન સાથે ભૂત બંગલાનું (Bhoot Bangla) શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ 14 વર્ષ પછી અક્ષય અને પ્રિયદર્શનની જોડીનું કમબેક છે. મસ્ટ અવેટેડ ફિલ્મ 2 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
આ પણ વાંચો : Viral Video: Salman Khanની મિમીક્રી કરી રહ્યો હતો કોમેડિયન, પાછળથી આવ્યો શેરા અને…
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ એકતા આર કપૂર અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ હેઠળ અક્ષય કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મની સંપૂર્ણ કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, વામિકા ગબ્બી અક્ષયની હોરર-કોમેડી સાથે જોડાઈ છે. ફિલ્મમાં ત્રણ અગ્રણી મહિલાઓ હશે અને વામિકા તેમાંથી એક છે.
વામિકાનું પાત્ર ઉમેરશે કોમેડી
એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે વામિકાના પાત્રથી સ્ટોરીમાં વધુ કોમેડી લાવશે અને દરેક તેની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટમાં પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “વામિકાએ ડિજિટલ દુનિયામાં તેના કામથી બધાને પ્રભાવિત કર્યા છે અને હવે તે બેબી જોન અને પછી ભૂત બાંગ્લા જેવી ફિલ્મો સાથે થિયેટર દ્વારા મોટું નામ બનાવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : Nita Ambani નાસ્તામાં ખાય છે આ એક વસ્તુ, તમે પણ જાણી લેશો તો ફાયદામાં રહેશો..
2 એપ્રિલના રોજ થશે રીલીઝ
ભૂત બંગલા એક હોરર કોમેડી છે જેમાં અક્ષય ત્રણ અભિનેત્રીઓ સાથે જાદુગરની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ફિલ્મ બ્લેક મેજિક પર આધારિત છે. તે 2 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.