થિયેટરોમાં ટકરાશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનઃ જાણો કઈ ફિલ્મ થઈ રહી છે રિ-રિલિઝ

રાની મુખરજી અને સૈફ અલી ખાનની સુપરહીટ રૉમકૉમ હમતુમને 21 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ ફરી મોટા પદડા પર રિલિઝ થવા જઈ રહી છે. 16મી મેના રોજ ફિલ્મ તેની ઓરિજિનલ રિલિઝના 21 વર્ષ બાદ દર્શકોને ફરી જોવા મળે છે. આ ફિલ્મ 2004માં આવી હતી અને સૈફ અને રાનીની કેમેસ્ટ્રી, ફિલ્મની સ્ટોરી અને મ્યુઝિક લોકોને બહુ ગમ્યા હતા. કુનાલ કોહલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફરી થિયેટરોમાં આવશે. જોકે તે સમયની સ્ટોરી આજના દર્શકોને કેટલી ગમશે તે જોવાનું રહ્યું.

સૈફની ફિલ્મને ટક્કર મારવા અક્ષય કુમાર એક અઠવાડિયા પર થિયેટરોમાં ધડકન લઈને આવશે. અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, સુનીલ શેટ્ટી, મહિલા ચૌધરીની આ ફેમિલી ડ્રામા કમ લવ ટ્રાયેંગલ તે સમયની હીટ ફિલ્મ હતી અને ફિલ્મના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. તુમ દિલ કી ધનકન મે, દિલ ને યે કહા હૈ દિલસે, અક્સર ઈસ દુનિયામે આ બધા સૉંગ્સ પોપ્યુલર નંબર ચાર્ટમાં રહ્યા હતા. ધડકન વર્ષ 2000માં રિલિઝ થઈ હતી. ફિલ્મ તેના સિલ્વર જ્યુબિલિ વર્ષમાં 23 મેના રોજ રિ-રિલિઝ થઈ રહી છે.

અક્ષય અને સૈફ એક સાથે પણ ફિલ્મોમાં દેખાયા છે. 17 વર્ષ પહેલા તેમણે ટશન ફિલ્મ સાથે કરી હતી. હવે બન્ને અલગ અલગ ફિલ્મો દ્વારા દર્શકોને મનોરંજન પિરસવા આવી રહ્યા છે. જોઈએ દર્શકોને કોની થાળીનો સ્વાદ વધારે ભાવે છે
આ પણ વાંચો ‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ની ફિલ્મની રિલીઝ પર કોર્ટનો સ્ટે યથાવત્…