અક્ષરા સિંહના કિલર લૂકે ઈન્ટરનેટ પર લગાવી આગ…

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની સુંદરતા, અભિનય અને ડાન્સથી બધાનું દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે તેની નવી ફિલ્મ સાથે સંબંધિત હોય કે અંગત બાબત દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
આપણ વાંચો: જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ જોરદાર ડાન્સ કર્યો અક્ષરા સિંહે
આ દરમિયાન અભિનેત્રીની આ નવી તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાહકો આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફોટામાં અભિનેત્રીનો ગ્લેમરસ લૂક જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અક્ષરા સિંહે બ્લેક કલરનો હાઈ સ્લિટ ગાઉન પહેર્યો છે.

અભિનેત્રીએ બ્લેક ગાઉન સાથે તેના વાળને સ્ટાઇલિશ લુક આપ્યો છે. સાથે થોડો મેક-અપ કર્યો છે. તેણે હીરાના આભૂષણો પહેર્યા છે. આ લૂકમાં અક્ષરા કેમેરા કિલર પોઝ આપતી જોવા મળે છે.