મનોરંજન

જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ જોરદાર ડાન્સ કર્યો અક્ષરા સિંહે

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી મળ્યા બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હાલમાં ચર્ચામાં છે. અક્ષરા સિંહને પણ જાનથી મારવાની ધમકી મળી હતી. અભિનેત્રી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. નાણા આપવામાં નિષ્ફળ જવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ અક્ષરાએ પોલીસમાં ફરિયાદ તો નોંધાવી છે, પણ સાથે સાથે તેણે એ વાતનું ટેન્શન નહીં લઇને તેના કેર ફ્રી નેચરની પણ લોકોને જાણ કરી છે. આવી ધમકીઓથી ડર્યા વિના એ પોતાના કામમાં મસ્ત છે. (જાણ ખાતર કે સત્યમેવ જયતે’માં રવિ કિશન સાથે ડેબ્યૂ કરનાર અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે.)

ધમકી મળ્યા બાદ અક્ષરા સિંહની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. ધમકી મળ્યાના કલાકો બાદ અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકી હતી. આ વીડિયોમાં અભિનેત્રી ‘સારી ગુલાબી રાજાજી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ઘણા લોકોને અક્ષરા સિંહની આ સ્ટાઇલ પસંદ આવી છે. જ્યારે મોતની કે જાનથી મારવાની ધમકી મળીહોય ત્યારે પણ ટેન્શન લીધા વિના આમ બિન્દાસ ડાન્સ કરવાની તેની અદા લોકોને ઘણી પસંદ આવી છે. લોકોને તે ઘણી કેર ફ્રી લાગી રહી છે અને લોકો તેના આ કેર ફ્રી અવતારની પ્રશંસા કરતા થાકતા નથી.

આ પણ વાંચો : ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહને ધમકી આપનારો ઝડપાયો, 50 લાખની માંગી હતી ખંડણી…

અક્ષરા સિંહનું તાજેતરનું ગીત ‘મેરે ડબલ પિયા’ જબરદસ્ત હિટ રહ્યું હતું, તેને યુટ્યુબ પર 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

અક્ષરા સિંહે ‘સત્યા’, ‘તબાદલા’ અને ‘મા તુઝે સલામ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સિંગિગમાં પણ અવ્વલ છે. તે બિગ બોસ જેવા રિયાલિટી શોમાં ભાગ લઇ ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button