આમચી મુંબઈમનોરંજન

ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલ નહીં અહીં ભણે છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાનો દીકરો…

દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરો પૃથ્વી અંબાણી દાદાના નામ પર ચાલતી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં નહીં પણ બીજી સ્કુલમાં અભ્યાસ કરે છે અને આજે અમે તમને જણાવીશું કે આખરે પૃથ્વી કઈ સ્કુલમાં ભણે છે અને આ સ્કુલમાં ભણવા માટે વર્ષે દહાડે કેટલી ફી ચૂકવવી પડે છે…

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરપર્સન આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વી અંબાણીએ નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલમાં ભણવાનું શરૂ કરી દીધું છે અને આ સ્કુલની ગણતરી ભારતની સૌથી પ્રતિષ્ઠિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનમાં કરવામાં આવે છે. આ સ્કુલ એક કો એજ્યુકેશનલ આઈપી વર્લ્ડ સ્કુલ છે અને તે પોતાના બે કેમ્પસ જિયો વર્લ્ડ સેન્ટર અને બીકેસી કોમ્પ્લેક્સમાં ઈન્ટરનેશનલ બેકલોરિએટ પ્રાઈમરી ઈયર્સ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ બેકલોરિએટ પ્રાઈમરી પ્રોગ્રામ અને મિડલ ઈયર્સ પ્રોગ્રામ હેઠળ ભણાવે છે.

nita mukesh ambani junior school

નીતા અંબાણી એક એજ્યુકેશનિસ્ટ, બિઝનેસવુમન, સ્પોર્ટ્સ એમ્બેસેડર અને અનેક લોકો માટે આદર્શ સમાને છે અને તેઓ જ નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલના અધ્યક્ષ છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલની અંડર જ નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલનો પણ સમાવેશ થાય છે અને એની વાર્ષિક ટ્યુશન ફી 14 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયાની વચ્ચે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ ઈન્ટરનેશનલ હાઈસ્કુલમાં સેલેબ્સના બાળકો ભણવા આવે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન, શાહરૂખ ખાનનો દીકરો અબરામ ખાન, સૈફ અલી ખાન અને કરિના કપૂરનો દીકરો પણ આ જ સ્કુલમાં ભણે છે. આ એક ઈન્ટરનેશનલ સ્કુલ છે જ્યાં બાળકોને તમામ પ્રકારની હાઈટેક સુવિધાઓવાળા ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે.

અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની ડે ટુ ડે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે અને અંબાણી પરિવારની આ યંગ બ્રિગેડ પણ અત્યારથી જ ચર્ચામાં આવવાનું શિખી ચૂક્યા છે.

આપણ વાંચો : આવો છે Akash Ambaniનો પોતાના દીકરા પૃથ્વી સાથેનો સંબંધ, વીડિયો થયો વાઈરલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button