
અંબાણી પરિવાર (Ambani Family) હંમેશાથી જ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે અને એમાં પણ જ્યારથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો આ પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે. અંબાણી પરિવારના દરેક સદસ્યનો એક અલગ દબદબો છે પછી એ ખુદ મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે પરિવારની યંગ બ્રિગેડ આકાશ અંબાણી, ઈશા અંબાણી કે અનંત અંબાણી હોય…
હાલમાં સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બંને સંતાનોને સાથે મસ્તી કરતાં જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવો જોઈએ આ વાઈરલ વીડિયો-
સોશિયલ મીડિયા પર આકાશ અંબાણી (Aakash Ambani)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આકાશ પોતાના બંને સંતાનો પૃથ્વી અને વેદાને સાથે રમતાં જોઈને એકદમ આનંદિત થઈ ગયો હતો. પૃથ્વી અને વેદા બંને ખૂબ જ ક્યુટ છે અને અંબાણી પરિવારના ઈવેન્ટમાં તેમની એક ઝલક જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ જતા હોય છે. સામે આવેલા વીડિયોમાં ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં આકાશ બ્લ્યુ શર્ટ અને બેજ કલરના ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે અને તે પોતાના બંને સંતાનોને મસ્તી કરતાં જોઈ રહે છે. આકાશ અંબાણી પોતાના બંને સંતાનો સાથે રમતાં જોવા મળી રહ્યા છે. પૃથ્વી પોતાની નાની બહેન વેદા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પૃથ્વી આ સમયે એલિફન્ટના કોશ્ચ્યુમમાં જોવા મળી રહ્યો છે અને બંને જણ એકબીજાની કંપની એન્જોય કરતાં જોવા મળી રહ્યા છે. બંને સંતાનોને આ રીતે હળીમળીને મસ્તી કરતાં જોઈને આકાશ અંબાણીનો ચહેરો પણ ખિલી ઉઠે છે.
આ વીડિયો જોયા બાદ નેટિઝન્સ અંબાણી પરિવાર અને તેમના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે. અનેક લોકો આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે બંને બાળકોનો ઉછેર આ કપલે ખૂબ જ સારી રીતે કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલા સુંદર અને પ્રેમાળ છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભગવાન બંનેને ખૂબ જ ખુશ રાખે…