
આઈપીએલ-2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રસાકસીથી ભરપૂર મેચ જોવા મળી હતી. મુંબઈએ દિલ્હીને ખૂબ જ ખરાબ રીતે પરાજિત કરી હતી. હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવારના લાડકવાયા અને મુંબઈ ઈન્ડિયન્સના ઓનર આકાશ અંબાણી ટીમની જિત માટે કંઈક એવું કરતાં જોવા મળી રહ્યા છે કે જે જોઈને તમે પણ ઉઠશો. આ વીડિયો નેટિઝન્સના દિલ જિતી રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આકાશ અંબાણીએ-
અંબાણી પરિવાર ધનવાન હોવાની સાથે સાથે આસ્થાળુ પણ છે. દરેક મહત્ત્વના કે નવા કામની શરૂઆત પહેલાં પરિવારના સભ્યો ભગવાનના શરણે માથુ નમાવવા ચોક્કસ પહોંચે છે. આવું જ કંઈક ગઈકાલની મેચ પહેલાં પણ જોવા મળ્યું. મેચના થોડાક કલાકો પહેલાં આકાશ અંબાણી મુંબઈના બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશેષ પૂજા કરી હતી. આ પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: મુંબઈ પ્લે-ઑફમાં, દિલ્હી આઉટ
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વરિંદર ચાવલાના એકાઉન્ટ પરથી કરવામાં આવ્યો છે અને એની કેપ્શનમાં મેચથી પહેલાં આકાશે કર્યા બાબુલનાથ મંદિરમાં દર્શન એવું લખવામાં આવ્યું હતું. આ વીડિયોમાં આકાશ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં ખુલ્લા પગે ચાલતો જોવા મળી રહ્યો છે. આકાશે મંદિરમાં પૂજા કર્યા બાદ નીચે ઉતરીને નાના મંદિરની બહાર પણ હાથ જોડીને ભગવાન પાસેથી આશિર્વાદ લેતો દેખાયો હતો.
આ વીડિયોને નેટિઝન્સ ખૂબૂ જ પસંદ આવી રહ્યો છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે મેચ પહેલાં આકાશે ટીમની જિત માટે ટોટકો કર્યો હતો. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ટીમની જિત માટે આકાશ ભગવાનના દરબારે પહોંચ્યો હતો અને તેને પ્રસાદ પણ મળી ગયો. બીજા એક યુઝરે લખ્યું હતું કે આકાશે પહેલાંથી જ ટોટકો કર્યો હતો અને એને કારણે દિલ્હી હારી ગયું. આવી અલગ અલગ કમેન્ટ આ વીડિયો પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Viral Video: Rohit Sharma ડ્રેસિંગરૂમમાં બોલતો રહ્યો અને આકાશ અંબાણી અને હાર્દિક પંડ્યાએ…
જોકે, આ પહેલાં વખત નથી કે આ રીતે યુઝર્સ અંબાણી પરિવાર પર ટોટકા કે કાળા જાદુ કરવાનો આક્ષેપ લગાવ્યો. આ પહેલાં પણ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં નીતા અંબાણી કંઈક ચાલુ મેચ દરમિયાન હાથ મોઢા અને આંખો પર ફરાવતા કંઈક મંત્રજાપ કરતાં જોવા મળ્યા હતા એ સમયે પણ નેટિઝન્સે આવું જ કંઈક કર્યું હતું.