મનોરંજન

અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો

રોહિત શેટ્ટી (Rohit Shetti)એ બાજીરાવ સિંઘમની એક નવી તસવીર શેર કરી છે, જેમાં તે સૈનિકો વચ્ચે સ્ટાઈલ મારતો જોવા મળે છે. આ સાથે તેણે આગામી ફિલ્મ સિંઘમ 3ના સેટ પરથી અજય દેવગન (Ajay Devegan) ની એક નવી તસવીર શેર કરી છે, જેમાં અભિનેતાનો બાજીરાવ સિંઘમ લૂક ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યો છે. ફોટોમાં, અજય તેના કાશ્મીર શૂટિંગ શેડ્યૂલ દરમિયાન રાઇફલ, યુદ્ધ ટેન્ક અને કમાન્ડો સાથે પોઝ આપતો જોવા મળે છે. સિંઘમ 3 (Singham-3)નો અજય દેવગનનો ફર્સ્ટ લૂક (Singham first look)લોકોને ગમી ગયો છે. આ દરમિયાન અજય દેવગનનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે કોઈકના વખાણ કરતો જોવા મળે છે.

આ વાયરલ વીડિયોમાં, અજય દેવગન બીજા કોઈનો નહીં પણ કશ્મીર ફિલ્મ ઓથોરીટીનો આભાર માને છે. કશ્મીર ફિલ્મ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર… શૂટિંગ દરમિયાન અમને ખૂબ મદદ કરવા માટે તે ખૂબ જ સુંદર જગ્યા છે, હું આશા રાખું છું કે તે અહીં રહેશે. ..આભાર. આ વીડિયોમાં એક્ટર અજય દેવગન પોલીસ વર્દીમાં દમદાર અંદાજમાં જોઈ શકાય છે.
આ પહેલા રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બાજીરાવ સિંઘમ સાથેના કાશ્મીર શેડ્યૂલની કેટલીક તસવીરો શેર કરી હતી જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી હતી. કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન અજય દેવગન અને રોહિત શેટ્ટી SSBના જવાનો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર ડેશિંગ પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે.

રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ સિંઘમ 3માં અજય દેવગન ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને અર્જુન કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સિંઘમની અગાઉની ફ્રેન્ચાઈઝીએ સારો બિઝનેસ કર્યો છે આથી આ ફિલ્મ પાસેથી પણ નિર્માતાને સારી અપેક્ષા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત