મનોરંજન

ઐશ્વર્યાએ આખરે ડિવોર્સને લઈને તોડ્યુ મૌન, કહ્યું અત્યાર સુધી હું બધું ચૂપચાપ…

હેડિંગ વાંચીને તમે પણ જો વિચારી રહ્યા હોવ કે અહીં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત થઈ રહી છે, તો બોસ એવું જરાય નથી. આ તો અહીં ટીવી લોકપ્રિય શો ગુમ હૈ કિસી કે પ્યાર હૈ ફેમ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની વાત થઈ રહી છે. છેલ્લાં કેટલાક સમયથી આ કપલના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે એક્ટ્રેસે આ સમાચારોને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

ઐશ્વર્યા શર્માએ એક પોસ્ટ કરીને પોતાના વિચારો લોકો સામે મૂક્યા છે. એક્ટ્રેસની આ પોસ્ટે ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે ચૂપ છે એનો અર્થ એ નથી કે તે કમજોર છે. બસ તેને બાકીના લોકોની જેમ કોલાહલ કરવા કરતાં શાંત રહેવાનું વધારે પસંદ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા પહેલી વખત ટીવી શો ગુમ હો કિસી કે પ્યારના સેટ પર મળ્યા હતા. અહીં જ બંનેની મૈત્રી થઈ, મૈત્રી પ્રેમમાં પરિણમી અને તેમણે લગ્ન કરી લીધા. આ કપલ બિગ બોસ 17માં પણ સાથે જોવા મળ્યા હતા. હવે બંનેના લગ્નજીવનને લઈને એવી અફવાઓ ઉડી રહી હતી કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે.

જોકે, આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવતા ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મારા મૌનનો ખોટો ફાયદો ના ઉઠાવવામાં આવે અને મારું નામ વિનાકારણ પણ ના ઉપયોગમાં લેવામાં આવે. હું ઘણા સમયથી બધું જોઈ રહી છું, કંઈ રિએક્ટ નથી કરી રહી. પણ એનો અર્થ એ નથી કે હું કમજોર છું. બસ શાંતિથી બધું જોઈ રહી છું. પણ લોકો જે રીતે વાતો કરી રહ્યા છે, જે મેં ક્યારેય કહી જ નથી તેઓ પોતાની પ્રસિદ્ધિ માટે આ બધું બંધ કરી દે.

પોતાની પોસ્ટમાં તેણે આગળ એવું પણ લખ્યું હતું કે આ બધું ખૂબ જ દુઃખદ છે. હું સ્પષ્ટ કરવા માંગું છું કે મેં કોઈને કોઈ ઈન્ટરવ્યુ, રેકોર્ડિંગ કે સ્ટેટમેન્ટ નથી આપ્યું. જો કોઈ પાસે સાચે કોઈ પુરાવો હોય, મેસેજ હોય, ઓડિયો હોય તો એ મને દેખાડો. પણ પ્લીઝ આવી રીતે Aખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરો.

aishwarya sharma and neil bhatt

નીલ અને ઐશ્વર્યાએ 2021માં લગ્ન કર્યા હતા અને બંને સ્માર્ટ જોડી અને બિગ બોસ 17 જેવા શોમાં પણ સાથે જોવા મળી ચૂક્યા છે. એટલું જ નહીં પણ આ વખતે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ઐશ્વર્યાએ એક ઈન્ટરવ્યુમાં નીલના ભરપૂર વખાણ કર્યા હતા.

આપણ વાંચો : શ્વેતા તિવારીને મારવા પર રાજા ચૌધરીનો ખુલાસો: જાણો શું છે હકીકત?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button