આખરે લગ્નના આટલા વર્ષે છુટા પડ્યા Aishwarya અને…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની વાત ચાલી રહી છે તો એવું નથી. આ તો અહીં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajnikanth)ની વાત થઈ રહી છે. લગ્નના 20 વર્ષ બાદ આખરે ઐશ્વર્યા અને ધનુષ છુટા પડી ગયા છે. કોર્ટે તેમના ડિવોર્સને મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો : ભારત પછી ચીનમાં તમિલ ફિલ્મ ‘મહારાજા’ ધમાલ મચાવશે…
મળી રહેતી માહિતી પ્રમાણે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી હતી અને સોશિયલ મીડિયા પર એવા દાવા પણ કરાઈ રહ્યા હતા કે બંને જણ એક નવી શરૂઆત કરવાના મૂડમાં છે. પરંતુ આજે આખરે કોર્ટે ઐશ્વર્યા અને ધનુષના છુટાછેડાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ઐશ્વર્યા અને ધનુષના 20 વર્ષના દાંપત્યજીવનનો અંત આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં ઐશ્વર્યા અને રજનીકાંતે સેપરેશનની જાહેરાત કરી છે અને હવે કોર્ટે બંનેના રસ્ચા અલગ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ચેન્નઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે કપલના ડિવોર્સને મંજૂરી આપી દીધી છે. કોર્ટે બંનેના ડિવોર્સને એટલે પણ મંજૂરી આપી હતી કારણ કે આ પહેલાં 21મી નવેમ્બરના થયેલી સુનાવણીમાં બંને જણે કહ્યું હતું કે તેઓ એકબીજા સાથે રહી શકે એમ નથી.
ઐશ્વર્યા અને ધનુષે 2004માં ચેન્નઈમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા અને બે વર્ષ પહેલાં એટલે કે 17મી જાન્યુઆરીના ધનુષ અને ઐશ્વર્યાએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને સેપરેશનનો નિર્ણય જાહેર કર્યો હતો. કપલને બે યાત્રા અને લિંગા એમ બે સંતાનો છે. બંને સાથે મળીને પોતાના સંતાનનો ઉછેર કરી રહ્યા છે. હાલમાં જ ધનુષ એક્ટ્રેસ નયનતારા દ્વારા કરાયેલા આક્ષેપોને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો.