પાકિસ્તાનમાં મળી ઐશ્વર્યા રાયની હમશક્લ, જુઓ વાયરલ વીડિયો!

Pakistani Aishwarya Rai: ભારતમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગનની નકલ કરતા હમશક્લ મોટા ભાગે દરેક શહેરમાં મળી આવે છે, પરંતુ ભારતની જાણીતી અભિનેત્રીની હમશક્લ ચર્ચામાં આવી છે. આ જાણીતી અભિનેત્રી બીજી કોઈ નહીં, પરંતુ એશ્વર્યા રાય બચ્ચન છે. જોકે, એશ્વર્યા રાયની હમશક્લ માટે ભારતમાં સ્નેહા ઉલ્લાલનું નામ જાણીતું છે, પરંતુ વિદેશમાં હવે પાકિસ્તાનનું નામ ઉમેરાયું છે.
પાકિસ્તાનમાં આબેહૂબ એશ્વર્યા રાય જેવી યુવતી
બચ્ચન પરિવારની વહુ અને જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાયની હમશક્લ પાકિસ્તાનમાં જોવા મળી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીનું ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે. જેમાં ઇન્ટરવ્યુ આપનાર યુવતી અદ્દલ એશ્વર્યા રાય જેવી દેખાય છે. આ પાકિસ્તાની યુવતીનું નામ કંવલ ચીમા છે. આ ઇન્ટરવ્યુમાં કંવલ ચીમાને પૂછવામાં આવ્યું કે, તમને એવું ક્યારે લાગ્યું કે તમે એશ્વર્યા રાય જેવા દેખાવ છો?
ચહેરાને ક્યારે કશું પણ થઈ શકે છે: કંવલ ચીમા
કંવલ ચીમાએ સવાલના જવાબમાં જણાવ્યું કે, “જ્યારે હું 8માં ધોરણમાં હતી ત્યારે મને કોઈએ પહેલીવાર કહ્યું કે, હું એશ્વર્યા જેવી દેખાવ છું. ત્યારબાદ આ અંગે વધારે પ્રતિસાદ મળવા લાગ્યો. તમે એશ્વર્યા જેવા દેખાવ છો, એટલું જ નહીં. કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે, તું તો તેના ચપ્પલ જેવી પણ નથી. તુ તો આ પણ નથી. તમારી પોતાની એક ઓળખ હોવી જોઈએ. તમે તમારા કામથી ઓળખાવા જોઈએ. બીજી વાત એ કે, ચહેરો અલ્લાહે આપ્યો છે. ચહેરાને ક્યારે કશું પણ થઈ શકે છે. તમારી જે કિંમત છે તે તમારા શારીરિક દેખાવ પર આધારિત નથી.”
એશ્વર્યા કરતાંય છે વધુ સુંદર
જોકે, કંવલ ચીમાની આંખો, સ્માઈલ સહિતનો સમગ્ર દેખાવ એશ્વર્યા રાય સાથે એકદમ મેળ ખાય છે. જેના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહ્યા છે. viiral_vibes નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર આ ઇન્ટરવ્યુની એક રીલ પોસ્ટ કરવામાં આવી છે. જેના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું કે, તે પોતાના વિચારના કારણે એશ્વર્યા કરતાંય વધારે સુંદર છે. બીજા યુઝરે લખ્યું કે, તેનો ચહેરો એશ્વર્યા રાય જેવો અને અવાજ શિલ્પા શેટ્ટી જેવો છે. ત્રીજા યુઝરે લખ્યું કે, તેના શબ્દો વધારે મહત્વના છે, ધ્યાનથી સાંભળો. આ સિવાય અન્ય યુઝર્સે લખ્યું કે, મને લાગે છે કે લેન્સ અને આંખોનો મેકઅપને તે એકદમ એશ્વર્યાની જેમ કેરી કરી રહીં છે. ઉલ્લેખનીય છે કે, કંવલ ચીમા એક બિઝનેસવુમન છે. તે માય ઇમ્પેક્ટ મેટરની સીઈઓ અને ફાઉન્ડર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધારો ફોલોઅર્સ છે.
આ પણ વાંચો…ફિલ્મોથી દૂર છતાં ઐશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ છે રૂ.900 કરોડ, એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ…