Viral Video: દર્દમાં હતી Aishwarya Rai-Bachchan પણ તેમ છતાં કર્યું એવું કામ કે…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ પોતાના હિટ ફિલ્મી કરિયર દરમિયાન અનેક હિટ ફિલ્મો આપી છે. વાત ઐશ્વર્યાની હિટ ફિલ્મોની થઈ રહી હોય તો એમાં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું નામ ના આવે તો જ નવાઈ. લવ ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મના દિવાનાઓની કમી નથી. પરંતુ આ ફિલ્મના એક ગીતની ચર્ચા થઈ રહી છે જે દર્શકોના હોઠે આજે પણ છે. પરંતુ આ જ ગીત સાથે એક દુઃખદ ઘટના પણ જોડાયેલી છે, જેના વિશે આજે આપણે વાત કરીશું.
આ પણ વાંચો: જ્યારે સોનિયા ગાંધીને મળી હતી મિસ વલ્ડ ઐશ્વર્યા રાય .. વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
શું તમને ખબર છે કે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના ગીત નિંબુડા નિંબુડાના શૂટિંગ વખતે ઐશ્વર્યા રાયના પગમાં ઈજા પહોંચી હતી અને તેમ છતાં તેણે શૂટિંગ રોક્યા વિના પોતાનું કામ કર્યું હતું? નહીં ને? ચાલો તમને આ આખી ઘટના વિશે જણાવીએ વિસ્તારથી. બ્લ્યુ આંખોવાળી ઐશ્વર્યાએ ભારેભરખમ બ્લ્યુ લહેંગો પહેરીને નિંબુડા નિંબુડા ગીત પર ડાન્સ કરતાં જોઈને દર્શકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય કેમ ન બની આમિરની આ બે ફિલ્મોની હીરોઈનઃ ડિરેક્ટરે આટલા વર્ષે આપ્યું કારણ
આ ગીતના શૂટિંગ સમયે ઐશ્વર્યા રાય સાથે એક એક્સિડન્ટ થયો હતો. વાત જાણે એમ છે શૂટિંહગ પહેલાં એક્ટ્રેસ એક ઝુમ્મર સાથે અથડાઈ હતી અને એને કારણે તેના પગમાં ઈજા થઈ હતી. પરંતુ ગીતનું શૂટિંગ ખૂબ જ જરૂરી હતું એટલે ઐશ્વર્યાએ સમય વેડફ્યા વિના ઈજાગ્રસ્ત અને સૂજેલા પગ સાથે ગીતનું શૂટિંગ પૂરું કર્યું હતું.
જ્યારે આ વાત લોકો સામે આવી ત્યારે ઐશ્વર્યાના આ ગીતને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ કોરિયગ્રાફી, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન માટે ચાર નેશનલ એવોર્ડ મળ્યા હતા. આ સિવાય 2009માં ફિલ્મને 9 ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો.
આ ફિલ્મના એક બીજા ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ વિશે વાત કરીએ તો ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાન પહેલી વખત જ પોતાની માતા હેલન સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ઐશ્વર્યાએ રાય નંદિનીના રોલમાં જોવા મળી હતી જ્યારે અજય દેવગણ વનરાજના રોલમાં જોવા મળ્યો હતો અને સલમાન ખાન સમીરના રોલમાં જોવા મળ્યો હતો.