મનોરંજન

ઐશ્વર્યા રાયનો કાન્સનો લુક આ વિદેશી હિરોઇને કોપી કર્યો

મેટ ગાલાને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ ફેશન ઇવેન્ટ અને સામાજિક મેળાવડા તરીકે ઓળખવામાં આવે છે અને તેને “ફેશનની સૌથી મોટી રાત્રિ” તરીકે ઓળખવામાં આવે છે. મેટ ગાલામાં આમંત્રણ મળવું એ સેલિબ્રિટીઓ માટે ગર્વની વાત છે.

મેટ ગાલા 2024 એ દુનિયાભરના સેલિબ્રિટીઓ માટે પોતાની ફેશન પ્રત્યેની સૂઝ દર્શાવવાની અમૂલ્ય તક છે.
જોકે, મેટ ગાલા 2024માં આ વખતે સેલિબ્રિટી મિન્ડી કલિંગ કંઇક એવો ગાઉન પહેર્યો હતો કે જેની બધા ચર્ચા કરી રહ્યા છે. મેટ ગાલા ઇવેન્ટમાં મિન્ડીને પણ ફેશન સેન્સ બતાવવાનો મોકો મળ્યો, પણ તેણે એક ગફલત કરી નાખી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા માંડી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સની નજરમાંથી કંઈ જ બચતું નથી. મેટ ગાલા 2024માંથી મિન્ડી કાલિંકનો લુક જાહેર થતાં જ ભારતીય સુંદરી ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા માંડી હતી. લોકોએ તેના કાન્સ 2022ના ખાસ લુકને યાદ કર્યો હતો, કારણ કે લોકોને ઐશ્વર્યા રાય અને મિન્ડી કલિંગનો ગ્લેમરસ લુક સરખો જ લાગ્યો. બંનેએ બરાબર એક સરખા પોશાક પહેર્યા હતા. એનો અર્થ એ થયો કે મિન્ડીએ તેના લુક માટે ઐશ્વર્યાના લૂકમાંથી પ્રેરણા લીધી હતી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે મિન્ડીએ મોટી ભૂલ કરી અને ઐશ્વર્યાની નકલ કરી. જોકે, એવા પણ ઘણા લોકો છે જેઓ કહે છે કે ઐશ્વર્યાનું ગાઉન આઇકોનિક હતું, તેથી તેની કોપી કરવી અને તે પણ આવી જાજરમાન ઇવેન્ટમાં એ ફેશનની દુનિયામાં મોટી વાત છે.

મિન્ડી કલિંગે બેજ-પિંક કલરનો ગાઉન પહેર્યો હતો. તેનું ગાઉન ઐશ્વર્યા રાય બચ્ચનના કાન્સના લૂક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતું હતું. હેવી ગાઉનને સુંદર બનાવવા માટે લાંબી ટ્રેલ પણ લગાવવામાં આવી છે. આ આઉટફિટમાં લાંબા હેડ ગિયર પણ છે. આ લુકમાં મિન્ડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. નોંધનીય છએ કે ઐશ્વર્યાનો કાન્સ 2022નો અને મિન્ડીનો હાલનો કાન્સનો આઉટફિટ ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કર્યા છે.

https://www.instagram.com/p/Cdv-CkivSvm/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઇએ કે મિન્ડી કલિંગ ભારતીય મૂળની છે, પરંતુ તે અમેરિકામાં રહે છે. તે એક અમેરિકન અભિનેત્રી, હાસ્ય કલાકાર, પટકથા લેખક અને નિર્માતા તેમજ ફેશનિસ્ટા સેલિબ્રિટી છે. મિન્ડીનું સાચું નામ વેરા મિન્ડી ચોકલિંગમ છે. 44 વર્ષની મિન્ડી ફેમસ ટીવી સેલિબ્રિટી પણ છે. મિન્ડી અમેરિકન કલ્ચર અને પોપ કલ્ચર વિશે ઘણી વાતો કરે છે.

https://www.instagram.com/p/C6pvgUjSYm7/?utm_source=ig_web_copy_link

આ વર્ષે 2024 મેટ ગાલા માટેનો ડ્રેસ કોડ ‘ધ ગાર્ડન ઑફ ટાઈમ’ હતો અને થીમ ‘સ્લીપિંગ બ્યુટીઝઃ રિ-વોકિંગ ફેશન’ રાખવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button